નકલી સોનાના બિસ્કિટ આપી અસલી દાગીના તફડાવી ગયા - Sandesh
  • Home
  • Newspaper
  • નકલી સોનાના બિસ્કિટ આપી અસલી દાગીના તફડાવી ગયા

નકલી સોનાના બિસ્કિટ આપી અસલી દાગીના તફડાવી ગયા

 | 3:14 am IST

ભરૂચ કલામંદિર જ્વેલર્સમાં

ા ભરૂચ ા

ભરૂચના ખ્યાતિ પ્રાપ્ત કલામંદિર જ્વેલર્સમાં સોનાના ચાર નકલી બિસ્કીટ પધરાવી અસલી અને મોંઘીદાટ સોનાની ચેઈન લઈ જનાર બે ભેજાબાજ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસની શરૂઆત કરી છે.

સિંધવાઈ પોલીસ ચોકી સામે આવેલ અને જ્વેલર્સ ક્ષેત્રે પ્રખ્યાત એવા સેવાશ્રામ રોડ પર આવેલ કલામંદિર જ્વેલર્સના રોનિશ ખાબિયાએ ભરૂચ એ.ડીવીઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ ૮ મી નવેમ્બર ના રોજ સાંજના સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં સેલવાસના બે રહીશો છોટુલાલ ગુર્જર અને કિશનલાલ ગુર્જર સોનાના ચાર બિસ્કીટ વેચવા આવ્યા હતા. જે અંગે જ્વેલર્સને વિશ્વાસમાં લઈ તેના બદલામાં ૨૨ કેરેટ સોનાની ૪૨.૦૭૦ ગ્રામની રૂા. ૨,૧૧,૪૧૦ ની ચેઈન ખરીદી ગયા હતા. જે બાદ તપાસ કરતા સોનાના બિસ્કીટ નકલી હોવાનું જણાયુ હતુ. આમ સોનાના વેપારીને પણ નકલી સોનાના બિસ્કીટ પધરાવી અસલી સોનાની ચેઈન ભેજાબાજો લઈ જતા એ.ડીવીઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત પુછતાછ કરી આ અંગે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;