નદી કિનારા પર પત્નીએ ધોકો મારતા પતિના મોતથી ચકચાર - Sandesh
  • Home
  • Newspaper
  • નદી કિનારા પર પત્નીએ ધોકો મારતા પતિના મોતથી ચકચાર

નદી કિનારા પર પત્નીએ ધોકો મારતા પતિના મોતથી ચકચાર

 | 3:00 am IST

વ્યારા – વ્યારાના જેતવાડીમાં મિંઢોળા નદી કિનારે ચેકડેમ ખાતે કપડાં ધોવા ગયેલી પત્નિએ ઘરકંકાસ મુદ્દે પતિને કપડાં ધોવાની થાપી વડે માથા તથા પગના નળાના ભાગે સપાટા ઝીંકી હત્યા કર્યાના કિસ્સાએ ચકચાર મચાવી છે.

વ્યારા તાલુકાના જેતવાડી ગામના ચૌધરી ફળીયામાં રહેતા ટીનાબેન અશ્વિનભાઇ ચૌધરી અને અશ્વિનભાઇ નશવંતભાઇ ચૌધરી (ઉં.વ.૪૦) વચ્ચે છાશવારે નાની-મોટી બાબતે ઝઘડા થઇ રહ્યા હતા. જે ઘરકંકાસનો મામલે થયેલા ઝઘડો સોમવારે લોહીયાળ બન્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીનાબેન ચૌધરી જેતવાડી ગામની સીમમાંથી વહેતી મિંઢોળા નદીએ ચેકડેમના પાણીમાં કપડાં ધોવા માટે ગયા હતા. તે દરમિયાન ૧૦ કલાકના અરસામાં પતિ અશ્વિનભાઇ ચૌધરી સાથે પત્નિની નદી કિનારે જ બોલાચાલી થતા ઉશ્કેરાઇ ગયેલી પત્નિએ કપડાં ધોવા માટે લાવેલા થાપી લઇ પતિ સામે જંગમાં ઉતરી પડી હતી. પત્નિએ પતિને માથાના ભાગે, ગરદનના ભાગે તથા ડાબા પગના નળાના ભાગે જીવલેણ ઘા કરી નદી કિનારે જ પતિનું ઢીમ ઢાળી દીધું હતું. નદી કિનારે જ પત્નિએ પતિને જીવલેણ ઘા ઝીંકી મોત નિપજાવ્યું હોવાનો કિસ્સો બહાર આવતા ગામમાં પણ ચકચાર મચી ગઇ હતી. અશ્વિનભાઇની હત્યા ખુદ પત્નિએ જ કરી નાંખ્યાની ઘટના અંગે વ્યારા પોલીસને રસીલાબેન સુમનભાઇ ચૌધરીએ વ્યારા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;