નબળા વિદ્યાર્થીને સબળો બનાવતું એજ્યુકેશન ટાવર  - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • નબળા વિદ્યાર્થીને સબળો બનાવતું એજ્યુકેશન ટાવર 

નબળા વિદ્યાર્થીને સબળો બનાવતું એજ્યુકેશન ટાવર 

 | 2:00 am IST
  • Share

બાળક ભણવામાં નબળું હોય કે પછી ભણવામાં સારું હોય, પરંતુ તેનું ધ્યાન અભ્યાસ દરમિયાન વારંવાર ભટકતું હોય તો ફેંગશૂઈની એક વસ્તુ એજ્યુકેશન ટાવરમદદરૃપ બની શકે છે. તે બૌદ્ધ પેગોડાની પ્રતિકૃતિ હોય છે, જેમાં મેડિટેશનની સકારાત્મક ઊર્જાનો સંચાર હોય છે. તેને જ્ઞાાન અને શાંતિનું મંદિર માનવામાં આવે છે.

ફેંગશૂઈની માન્યતા પ્રમાણે બાર માળનું એજ્યુકેશન ટાવર સૌથી શ્રેષ્ઠ મનાય છે. ટાવરની નીચેના ત્રણ માળ અપેક્ષાકૃત મોટા હોય છે અને ઉપરના નવ માળ નાના હોય છે. તેની ઊંચાઈ સામાન્ય રીતે ૪થી ૧૨ ઈંચ સુધીની હોય છે. તેમાં સૌથી ઉપર એક ગુંબજ પણ બનેલો હોય છે. તેનો દરેક માળ વેલ્થ, હેલ્થ, લક વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. એજ્યુકેશન ટાવર કાચ, મેટલ કે અન્ય ધાતુમાંથી બનેલું રાખી શકાય. જોકે, મેટલનું ટાવર રાખવું સારું રહે છે. તેની અંદર પ્રકાશ કરવાની વ્યવસ્થા હોય તો તે મેડિટેશન કરવા માટે પણ સારું રહે છે. એજ્યુકેશન ટાવર જ્ઞાાન, બુદ્ધિ અને એકાગ્રતા વધારે છે. તેથી બાળકને અભ્યાસમાં મદદ મળી રહે છે. વળી, વિદ્યાર્થીની અભ્યાસ સંબંધિત તમામ મુશ્કેલી તેનાથી દૂર થાય છે. એજ્યુકેશન ટાવર બાળકોના સ્ટડીરૃમમાં સ્ટડી ટેબલ પર રાખવામાં આવે છે.

એજ્યુકેશન ટાવરના લાભ

ફેંગશૂઈ એજ્યુકેશન ટાવરને ઘરમાં રાખવાથી બાળકનું ધ્યાન ભટકતું નથી અને ભણવામાં મન લાગે છે. નબળો વિદ્યાર્થી પણ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે. 

એજ્યુકેશન ટાવરને બાળકોના સ્ટડી ટેબલ પર રાખવાથી એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. જે બાળકો ભણવામાં નબળાં હોય તેમના સ્ટડી ટેબલ પર ખાસ રાખવું જોઈએ.

આ ટાવરને યુવાન વિદ્યાર્થીઓ પોતાના સ્ટડી રૃમમાં ઉત્તર દિશામાં રાખે તો તેમને કારકિર્દીમાં નવી તકો મળે છે.

બાળકના સ્વાસ્થ્યના કારણે અભ્યાસમાં સારા માર્ક્સ ન આવી રહ્યા હોય અથવા પરીક્ષાના સમયમાં બીમાર પડી જતા હોય તો એજ્યુકેશન ટાવરને તેમના રૃમમાં પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

પ્રોફેશનલ્સ પોતાના કાર્યસ્થળ પર બોસ અથવા પોતાના સહકર્મીઓ સાથે સંબંધો સારા રહે તે માટે એજ્યુકેશન ટાવરને ઉત્તર-પિૃમ દિશામાં રાખવું જોઈએ.

 એકેડેમિક અને પ્રોફેશનલ લાઈફમાં સક્સેસ માટે પણ તેને ઉત્તર-પિૃમ દિશામાં રાખવામાં આવે છે. 

ક્યાં રાખવું જોઈએ?

ફેંગશૂઈ એજ્યુકેશન ટાવરને બાળકોના બેડરૃમમાં ઉત્તર-પૂર્વની દિશામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશાનો સંબંધ અભ્યાસ સાથે હોય છે. તેને મૂકવા માટે સ્ટડી ટેબલ શ્રેષ્ઠ રહે છે. જો ત્યાં સ્ટડી ટેબલ ન હોય તો પણ તેને મૂકવાની દિશા તો આ જ રાખવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો