નરોડામાં રોડ-રસ્તા, પાણી, સફાઈ સહિતની પાયાની સુવિધાનો અભાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નરોડામાં રોડ-રસ્તા, પાણી, સફાઈ સહિતની પાયાની સુવિધાનો અભાવ

નરોડામાં રોડ-રસ્તા, પાણી, સફાઈ સહિતની પાયાની સુવિધાનો અભાવ

 | 2:00 am IST
  • Share

શહેરના નરોડાના સધી માતાના મંદિરથી અમરપાર્ક સહિતના વિસ્તારની જુદી-જુદી સોસાયટીઓના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જાહેરમાં સફાઇ હોય કે રસ્તાની વાત હોય મ્યુનિ. તંત્રના ઓરમાયા વર્તનના લીધે આ વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકો ટેક્સ ભરે છતાંય સુવિધા આપવામાં મ્યુનિ. તંત્રના ઉદાસીન વલણને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નરોડાના સામાજિક કાર્યકર્તા પ્રિયકાન્ત કલાપી અને માનવ અધિકારના કાર્યકર્તા કાંતિલાલ પરમારે એક સંયુકત રીતે શહેરના મેયર અને મ્યુનિ.કમિશનરને નરોડામાં લોકોને પાયાની સુવિધાઓ આપવા માટે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, નરોડાના સધીમાતાના મંદિરથી અમરપાર્ક સુધીની અનેક સોસાયટીઓમાં કોઈ જ પાયાની અને માળખાકીય  સુવિધા નથી.  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નરોડા વિસ્તારની આ સોસાયટીઓમાં વારંવાર પીવાના પાણીની લાઇન લીકેજ થવાના લીધે પાણીનો પ્રશ્ન સતાવે છે. જાહેર રસ્તા બિસ્માર હોવાની સાથે સાથે તેની સફાઇ કરવામાં પણ તંત્ર બેદરકારી દાખવતું હોવાથી ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. આ ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત પ્રવર્તી રહી છે. આ વિસ્તારોમાં સાફ-સફાઇ માટે પણ કર્મચારીઓ મોકલાતા નથી. જેથી કરીને રહીશોની હાલત કફોડી બની ગઈ છે. તેવી જ રીતે રોડ રસ્તા બિસ્માર હોવાને લીધે ખાડામાં પાણી ભરાઈ જવાતી અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે.

અહીંના રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણી માટે નળ કનેક્શન આપવામાં આવે, રોડ રસ્તા બનાવવામાં આવે અને સાફ્ સફઈ માટે પૂરતો સ્ટાફ્ મૂકવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા મેયર અને મ્યુનિ. કમિશનરને કરવામાં આવી છે. તેમ છતાં જાણે નરોડા વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેમ તમામ પાયાગત સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે. રહીશોને સારા રસ્તા, ફૂટપાથ, સમયસર પાણી, સફાઇ જેવી પાયાગત સુવિધા પણ મળતી ન હોય તો પછી વિસ્તારના વિકાસની વાત તો દૂર રહે છે. ગંદકીના કારણે વિસ્તારમાં બીમારીના કેસ પણ વધી રહ્યા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન