નર્મદાના ૨૪૭ ગામોમાં  પ્રથમ ડોઝ માટે ૧૦૦% રસીકરણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નર્મદાના ૨૪૭ ગામોમાં  પ્રથમ ડોઝ માટે ૧૦૦% રસીકરણ

નર્મદાના ૨૪૭ ગામોમાં  પ્રથમ ડોઝ માટે ૧૦૦% રસીકરણ

 | 2:30 am IST

નર્મદામાં કોવિડ રસીકરણની ૮૭.૪૭% કામ પૂર્ણ

બાકી  ગામોમાં રસીકરણનું કામ તા. ર જી ઑકટોબર  સુધીમાં પૂર્ણ થશે

ા વડિયાા ા

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોવિડ રસીકરણની કામગીરી  પુરજોશમાં ચાલી રહી છે. આજદિન સુઘીમાં નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં (૪૫ ટકા) પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઇ છે. જયારે બાકીના ૩૦૪ ગામોમાં પણ મોટાભાગના લોકોએ રસી લીઘી છે. કોરોના રસીકરણની ઉકત કામગીરી તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવાનું સુચારૂં આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેમાં હોર્ડીગ્સ, રાત્રિ-વેકસીનેશન, ગ્રામ સભાની સાથોસાથ બાકી રહેલા ગામોમાં લાભાર્થીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે.  હાલમાં કુલ-૨૨૨ ગ્રામસભાઓનું આયોજન કરાયું છે.

કોવિડ રસીકરણ બાદ નર્મદા જિલ્લામાં કોવિડ સંક્રમણનું પ્રમાણ ઘટયું છે. નર્મદા જિલ્લામાં હાલ કોવિડે વિદાય લીઘી હોય તેવી સ્થિતી છે. જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, જે ગામોમાં લાભાર્થીઓ હજુ પણ રસીથી વંચિત છે, તેવા તમામ ગામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ તાલુકા હેલ્થ ઓફ્ીસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફ્ીસરઓએ ૩૦૪ ગામોમાં જઇ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરવા ગ્રામસભાઓમાં લાભાર્થીઓને વેકસીનેશન અંગેની જરૂરી માહિતી પૂરી પાડી છે. તેની સાથોસાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૨ જી ઓક્ટોબર,૨૦૨૧  સુઘીમાં બાકી રહેલ તમામ ગામોમાં ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;