નર્મદા જિલ્લામાં કપાસના ભાવો ગગડતા ખેડૂતોની દયનીય હાલત - Sandesh
  • Home
  • Newspaper
  • નર્મદા જિલ્લામાં કપાસના ભાવો ગગડતા ખેડૂતોની દયનીય હાલત

નર્મદા જિલ્લામાં કપાસના ભાવો ગગડતા ખેડૂતોની દયનીય હાલત

 | 4:37 am IST

કપાસનો પ્રતિ ક્વિન્ટલ રૃ. ૪૦૦૦ મળતો ભાવ

જિલ્લામાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૃ કરાવવા માંગ

। દેડિયાપાડા ।

નર્મદા જિલ્લાના ખેડૂતોનો મહત્વનો પાક અને રોકડીયો પાક એ કપાસનો પાક છે. ૯૦ ટકા ખેડૂતો આ જિલ્લામાં કપાસનો પાક લે છે. અત્યારે સમગ્ર નર્મદા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાંથી કપાસ નીકળી રહ્યો છે. ત્યારે મહાદુઃખની વાત એ છે કે કપાસના ભાવ સતત ગગડી રહ્યા છે. સમગ્ર નર્મદા જિલ્લાના કપાસના વેપારીઓ જેમકે દેડિયાપાડા, સાગબારા, સેલંબા, નાની બેડવાણ, રાજપીપળા, કેવડીયા કોલોની, દેવલિયા, તિલકવાડા સહિતના કપાસના વેપારીઓ ખેડૂતોને કપાસનો ભાવ પ્રતિક્વિન્ટલે રૃપિયા ૪૦૦૦ માંડ આપે છે. વેપારીઓને કપાસના ઓછા ભાવો આપીને રીતસર ખેડૂતોને છેતરવાનો ધંધા અત્યારે શરૃ કર્યા છે.

કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતોની હાલત દયનીય અને કફોડી થઇ છે. મોંઘાદાટ બિયારણો, રાસાયણિક ખાતરો, દવાઓ નાંખીને મહામહેનતે ઉછારેલા કપાસનો ભાવ ઓછો આવતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે.

ત્યારે ખેડૂતોની વેદના, દુઃખી સાંભળનાર નર્મદા જિલ્લામાં કોઇ નથી નેતાઓ પણ કંઇ કરતાં નથી. ખેડૂતોમાં આક્રોશ અને રોષ જોવા મળે છે. નર્મદા જિલ્લાના માર્કેટયાર્ડ દ્વારા પણ કપાસની હરાજી કરીને કપાસ ખરીદવામાં આવતો નથી. નર્મદા જિલ્લાના સમગ્ર માર્કેટીંગ યાર્ડો શોભાના ગાંઠીયા જેવા છે. જવાબદાર વહીવટી તંત્ર દ્વારા માર્કેટયાર્ડો બંધ થવા જોઇએ ? એવી પણ ખેડૂતોએ માગ કરી છે. સમગ્ર નર્મદા જિલ્લામાં સીસીઆઇ દ્વારા ખરીદી થતી તેથી તેનો આ સચોટ નમુનો છે. સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવામાં આવે એવી પણ ખેડૂતોએ માગ કરી છે. વાલિયા ખાતે સીસીઆઇ દ્વારા ખેડૂતોનો કપાસ ક્વિન્ટલનો ભાવ રૃ. ૫૫૦૦ છે. તો નર્મદા જિલ્લામાં પણ કપાસના ખેડૂતો માટે આવી વ્યવસ્થા ઊભી કરવાની ખેડૂતોએ માગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;