નર્મદા જિલ્લામાં ગલગોટાના ફૂલોની ભરપૂર આવક શરૃ - Sandesh
  • Home
  • Baroda
  • નર્મદા જિલ્લામાં ગલગોટાના ફૂલોની ભરપૂર આવક શરૃ

નર્મદા જિલ્લામાં ગલગોટાના ફૂલોની ભરપૂર આવક શરૃ

 | 3:13 am IST

 

કિલોના રૃ. ૫૦ થી ૮૦ જેટલો ભાવ મળતા રાહત

। દેડિયાપાડા ।

નર્મદા જિલ્લામાં ગલગોટા (ફૂલો)ની ખેતી પણ ઘણા ખેડૂતો કરે છે. જેનાથી સારી એવી આજીવિકા ખેડૂતો પ્રાપ્ત કરે છે. ગલગોટા ફૂલોની ખેતી કરતા ખેડૂતો ગલગોટાના ફૂલોના છોડની ચોમાસામાં વાવણી કરતા હોય છે. કાંતો બિયારણથી ગલગોટાના ફૂલોની વાવણી કરવામાં આવે છે.

નિંદામણ, ગોળામણ પછી ખાતર નાંખવુ પડે છે. કયારે દવાનો છંટકાવ પણ કરવો પડે છે અને ભાદરવા માસમાં પુષ્કળ પ્રમાણમાં ગલગોટાના ફૂલો ખીલી ઉઠે છે. ગલગોટાના ફૂલો બે પ્રકારના હોય છે. એક પીળા રંગના ગલગોટા હોય છે અને બીજા કેસરી રંગના ગલગોટાના ફૂલો હોય છે. ઘણાં ખેડૂતો ગલગોટાના આ બે પ્રકારના ફૂલોની ખેતી કરે છે.

અત્યારે ગલગોટાના ફૂલોનો ભાવ એક કિલોનો રૃપિયા ૫૦ થી ૮૦ રૃપિયા જેટલો છે. નવરાત્રિ શરૃ હોય નોરતા હોવાથી પુષ્કળ ગલગોટાના ફૂલોની માગ છે. નર્મદા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો પોતાના ઘરના વાડામાં ખેતરોમાં આ ગલગોટાના ફૂલોના છોડ વાવે છે. જે અત્યારે જ્યાં જુઓ ત્યાં પીળા અને કેસરી રંગના ગલગોટાના ફૂલો ખીલેલા જોવા મળે છે.

ફૂલના વેપારીઓ ગલગોટાના ફૂલોનો હાર બનાવીને, છુટ્ટા પણ વેચે છે. ગલગોટાના ફૂલોની ખેતી લોકો માટે આર્િથક ઉપજનું સાધન બની ગયું છે. હવે લોકો બાયાગતી ખેતી તરફ પણ વળ્યા છે.

;