નર્મદા ડેમમાં પાણીની ઓછી આવકથી રૂ. ૧૮૦ કરોડ વીજ ઉત્પાદનની ખોટ   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નર્મદા ડેમમાં પાણીની ઓછી આવકથી રૂ. ૧૮૦ કરોડ વીજ ઉત્પાદનની ખોટ  

નર્મદા ડેમમાં પાણીની ઓછી આવકથી રૂ. ૧૮૦ કરોડ વીજ ઉત્પાદનની ખોટ  

 | 3:07 am IST

૨૬ ઓગસ્ટથી વીજ ઉત્પાદન ઠપ્પ થતા રોજની એવરેજ પોણા છ કરોડની વીજ ઉત્પાદનની

ા કેવડિયાકોલોની ા

દેશમાં અત્યારે અનેક રાજ્યોમાં વીજ કટોકટીની સમસ્યા નો મુદ્દો ભારે ગરમાયો છે ખાસ કરીને જે વીજમથકો છે. જેમાં કોલસાની અછત વર્તાઇ રહી છે. જેને લઇને સમગ્ર દેશમાં ચર્ચા છે. પરંતુ બીજી વિજળીના ઓછા ઉત્પાદનનું કારણ પાણી પણ છે. હાલ પાણીના અભાવે વીજળીની સમસ્યા છે. વીજળીના કરોડોના ઉત્પાદન ખોટ ગઈ છે.

ચોમાસું નબળું હોવાના કારણે કરોડોના વીજ ઉત્પાદનની ખોટ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને થઈ છે.ગત ચોમાસામાં જૂનથી ઓક્ટોબર ૨૦૨૦માં સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૧૪૬૬ મિલીયન યુનિટ વીજળી પેદા થઈ હતી. એટલે લગભગ ૨૮૦ કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થયું હતું પણ આ વખતે ચોમાસુ નબળું હોવાના કારણે જૂન ૨૦૨૧ થી ઓક્ટોબર સુધીમાં માત્ર ૪૯૪ મિલિયન યુનિટ જ વિજળી પેદા વીજ મથકમાંથી થઈ છે. માત્ર રૂપિયા ૧૦૦ કરોડની વીજ ઉત્પાદન થઈ શક્યું છે. એટલે ગત વર્ષ કરતા લગભગ રૂપિયા ૧૮૦ કરોડની કિમંતની ઓછી વીજળી પેદા થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૬ ઓગસ્ટથી રિવર બેડ પાવર હાઉસ બંધ છે. ૧૨૦૦ મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ જો ૨૪ કલાક ચાલે તો ૨૮.૮૦ મિલિયન યુનિટી વીજળી પેદા કરે એટલે કે રોજની પોણા ૬ કરોડ રૂપિયા ની વીજળી થાય છે. ત્યારે આ વખતે ૨૬ ઓગસ્ટથી વીજ મથક બંધ છે. એટલે કે આજ સુધીમાં લગભગ ૧૮૦ કરોડ રૂપિયાના વીજ ઉત્પાદન ની ખોટ ગઈ તેમ કહી શકાય અને તેનું મુખ્ય કારણ એ છે આ વર્ષે ગુજરાતમાં તો વરસાદ પડયો પણ નર્મદા ડેમનો કૅચમેન્ટ વિસ્તાર કે મધ્યપ્રદેશમાં પણ વરસાદ ખૂબ ઓછો પડયો છે.

ચોમાસામાં જો ભરપૂર પાણી આવે તો જ વીજ મથકો ને ૨૪ કલાક ચલાવવામાં આવે કારણ કે એ એક જાતનું પાવર હાઉસનું ફ્યુવલ કહી શકાય, અને આ પાણી વપરાય તો તે સીધું નર્મદા નદીના મુખ્ય વહેણમાં જાય છે. પણ પાણી ઓછું આવતું હતું જેના કારણે વીજ મથકો બંધ રાખવું પડે એ મજબૂરી છે. ડેમ પર જળ સપાટી ૧૩૦.૩૬ એને લાઈવ સ્ટોરેજ ૩૩૦૩ મિલિયન ક્યુબીક મીટર છે

૧૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસ

વર્ષ ૨૦૨૧ના મહિનો વીજ ઉત્પાદન

(મિલીયન યુનિટમાં)

જૂન   ૪૬૮

જુલાઈ ૧૭

ઓગષ્ટ      ૦૯

સપ્ટેમ્બર     ૦૦

ઓક્ટોમ્બર    ૦૦

કુલ વીજ ઉત્પાદનમાંથી ૫૭ ટકા મધ્યપ્રદેશ, ૨૭ ટકા મહારાષ્ટ્ર અને ૧૬ ટકા વીજળી ગુજરાતને મળે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;