નર્મદા ડેમ વિસ્તારમાં સફારી બનાવી કાંગારું લાવવાની શક્યતા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નર્મદા ડેમ વિસ્તારમાં સફારી બનાવી કાંગારું લાવવાની શક્યતા

નર્મદા ડેમ વિસ્તારમાં સફારી બનાવી કાંગારું લાવવાની શક્યતા

 | 2:45 am IST

વજેરિયા નજીક ટાઇગર સફારીનો પ્રોજેક્ટ પડતો મુકાયો

વાઘ, સિંહ, દીપડા, દેશ-વિદેશી પક્ષીઓ પણ જોવા મળશે

। કેવડીયા-કોલોની ।

નર્મદા તિલકવાડા તાલુકાના વજેરિયા ગામ નજીક ટાઇગર સફારી બનાવવાની હતી પણ તે કામ સ્થગિત કરાયું છે અને નર્મદા ડેમ વિસ્તારમાં જંગલ સફારી બનાવશે. જેમાં ઓસ્ટ્રેલિયન કાગારું લવાય તેવી શક્યતા છે.

નર્મદાના તિલકવાડાના વજેરિયા નજીક જંગલમાં ટાઇગર સફારી બનવાનું લગભગ નક્કી જ હતું. પરંતુ સૂત્રો દ્વારા મળતી વીગત અનુસાર ડિસેમ્બરમાં કેવડીયા કોલોની ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતાં. તેઓ દ્વારા સૂચન કરાયું હતું કે, આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી દૂરનો વિસ્તાર છે અને પ્રવાસીઓને દૂર જવું પડશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૃપાણીના સૂચના અનુસાર વન વિભાગે ટાઇગર સફારીનું કામ સ્થિગત કર્યું છે. હવે ટાઇગર સફારીની જગ્યા નર્મદા ડેમના વિસ્તારમાં ૩૫ હેકટર જેટલી જમીનમાં જંગલ સફારી બનાવાશે છે. જેમાં વિવિધ પ્રાણી પણ રખાશે. ખાસ કરીને જંગલ સફારીમાં દીપડા અને દેશી વિદેશી પક્ષીઓ તો જોવા મળશે. પરંતુ સાથે કાંગારુને પણ જંગલ સફારીમાં લવાય તેવું આયોજન થઇ રહ્યું છે. હાલમાં આ પ્રોજેક્ટ ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે.

ઉલ્લેખનીય છે કે, જંગલ સફારી જે બનશે એ વિસ્તારમાં કોઇ નવી જમીન સંપાદન કરવી નહી પડે કારણ કે નર્મદા ડેમ વિસ્તારમાં જમીન છે, જે સરકારના કબજામાં છે. ત્યારે હવે શક્યતા બની છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારમાં બનનાર જંગલ સફારીમાં પ્રવાસી કાંગારુ પણ જોઇ શકશે. સફારીમાં પ્રવાસીઓ સુરક્ષા સાથે વાઘ, સિંહ, દીપડા, દેશી વિદેશી પક્ષીઓ પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;