નર્મદા બચાવો અભિયાન અંગે સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • નર્મદા બચાવો અભિયાન અંગે સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં

નર્મદા બચાવો અભિયાન અંગે સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં

 | 3:50 am IST

રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ દ્વારા ઝૂંબેશ

નદી સૂકીભઠ બનતાં ૫૦ હજાર કુટુંબો પર રોજગારીનું સંકટ

ભરૃચ,તા.૯

સરકારની અણઆવડતના કારણે ઉનાળાના આરંભ પહેલા જ સરદાર સરોવર નર્મદા ડેમ ખાલી થઈ ગયો છે. નર્મદા નદીમાં પાણી નહીં છોડાતા નદી સૂકીભઠ બની ગઈ છે. ઔદ્યોગિક ગઢ ભરૃચ જિલ્લામાં ઉદ્યોગો તેમજ પાલિકા દ્વારા નિકાલ થતાં મલીન પાણીના કારણે પ્રદુષણ વધવા સાથે દરિયાના ખારા પાણી પણ નદીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નર્મદા બચાવવા સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં આવી છે.

ભરૃચ શહેર પવિત્ર નદી મા નર્મદાના તટે વસેલુ છે આ નર્મદા માતા હાલ સૂકીભઠ જોવા મળી રહી છે. ખળખળ વહેતી નદી હાલ ખાડી જેવી બની ગઈ છે. આ નદીને પ્રદૂષિત બનાવતા હોય તો તે નદીના કાંઠે આવેલા ઉદ્યોગો અને નગરમાથી છોડાતુ ગંદુ પાણી છે.

હાલમા ડેમમાથી પાણી યોગ્ય પ્રમાણમા છોડાતુ નથી. જેથી નર્મદા નદીમા ભયંકર જળસકંટ ઉભુ થયુ છે. કાઠાના કિસાનોની જમીનો ખારપટમા તબદીલ થઈ છે. કેમિકલયુકત પાણી નદીમા ઠલવાઈ રહયુછે. ખારાશ છેક ગરૃડેશ્વર સુધી પહોચ્યુ છે જે માટે જિલ્લાની જીઆઈડીસીઓ પણ એટલી જ જવાબદાર છે.

આ ઉપરાત નર્મદા નદીમા ગંદુ પાણી છોડનાર જિલ્લાની વિવિધ પાલિકાઓ પણ એટલી જ જવાબદાર છે. જીપીસીબીના નિયમ મુજબ આ પાણીની શુદ્ધ કરી છોડવાનુ હોય છે. જેના બદલે પાલિકા સરકારી નિયમોનો ભંગ કરે છે. સરકારમા કિસાન વિકાસ સંગ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશન દ્વારા ઔરજૂઆત કરાશે તેમ રાષ્ટીય કિસાન વિકાસ સંધ અને પોલ્યુશન કંટ્રોલ ના અધ્યક્ષ અરવિંદ રાણાએ જણાવ્યુ છે.

નર્મદા નદીમાં વધતુ પ્રદુષણ અટકાવવા માટે આગામી દિવસોમાં આ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાની પણ જાહેરાત કરાઇ છે.

પ૦ હજાર કરતાં વધુ પરિવારો પર આર્િથક સંકટ

 

નર્મદા ડેમથી ભાડભૂત સુધી અગાઉ ખળખળ વહેતી નર્મદા નદી હાલ સૂકીભઠ થઈ જવાથી તેના પર નભતા ખેડૂતો, માછીમારો અને રોજગારી મેળવતા પ૦ હજાર જેટલા પરિવારો પર આર્િથક સંકટ તોડાવવાનું શરૃ થઈ ગયુ છે. ખેડૂત અગ્રણી અરવિંદે જણાવ્યુ મુખ્યમંત્રીએ કહયુ કિશાનોએ હાલ ખેતી કરવી નહી. ખેતી થઈ શકે નહિ. તેના થી વિરૃધ્ધ વિવિધ ઉદ્યોગોને પાણી અપાઈ છે. જેથી આ સરકાર કિશાનો, નર્મદાની નહિ પણ ઉદ્યોગપતિઓની સરકાર હોય તેવુ જણાઈ રહયુ છે. સંગઠન વિરોધ કરશે. ખારાશ અને સાથે સાથે ઘટતા જતા તટને પગલે ૫૦૦૦૦ કરતા વધુ કુટુબો પર આર્િથક સંકટ તોળાઈ રહયુ છે. જેનો સંગઠન દ્વારા તિવ્ર વીરોધ કરવામા આવશે.

 

 

;