નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ સાથે છેડો કેમ ફાડ્યો? સંભવિત કારણો જાણવા કરો ક્લિક - Sandesh
 • Home
 • India
 • નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ સાથે છેડો કેમ ફાડ્યો? સંભવિત કારણો જાણવા કરો ક્લિક

નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ સાથે છેડો કેમ ફાડ્યો? સંભવિત કારણો જાણવા કરો ક્લિક

 | 3:12 pm IST

નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ સાથે છેડો ફાડીને સાબિત કરી દીધુ છે કે તે મજધારમાં ફસાય તેવી વ્યક્તિ નથી. સાચા અને ખોટા વચ્ચે તેઓ લાંબા સમય સુધી ફસાયેલા રહી શકે તેમ નહતાં. સોમવારે તેમણે એવું કામ કર્યું જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અચાનક જ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધુ અને તેમના પત્ની નવજોત કૌર સિદ્ધુએ આજે એક ઈન્ટરવ્યુંમાં સ્પષ્ટતા પણ કરી દીધી કે તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું તેનો મતલબ એ જ કે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું.

એવી પણ અટકળો છે કે લાંબા સમયથી પોતાની અવગણના થતી જોઈને સિદ્ધુએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. અહીં એવા કેટલાક કારણોની ચર્ચા કરી છે કે જેના કારણે સિદ્ધુએ ભાજપ સાથે છેડો ફાડ્યો.

 • પંજાબના ડેપ્યુટી સીએમ સુખબીર બાદલના પરિવારવાદથી તેઓ ખુબ જ નારાજ હતાં.
 • રિપોર્ટને ધ્યાનમાં લઈએ તો શિઅદની તકવાદી વૃત્તિ તેમને જરાય ફાવતી નહતી.
 • અંદરખાને શિઅદના દિગ્ગજના દિગ્ગજ તેમની કાપકૂપમાં લાગેલા હતાં.
 • ગત લોકસભાની ચૂંટણીમાં પોતાની અવગણના થવાથી નારાજ અને હૈરાન હતાં નવજોત સિંહ સિદ્ધુ.
 • લોકસભાની ચૂંટણીમાં અરુણ જેટલી માટે હદથી વધારે પ્રેમ પણ તેમને ન ગમ્યો. એમાં પણ જ્યારે અમૃતસરમાંથી તેમનું પત્તુ કટ કરીને જેટલીને આગળ ધરાયા તે તો તેમના માટે અસહ્ય બની રહ્યું હતું.
 • અકાલીદળના લોકોના પંજાબની જનતા સાથેના ઘટી રહેલા જોડાણથી પણ તેઓ પરેશાન હતાં.
 • ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સિદ્ધુ બરાબ મોરચો ખોલતા રહ્યાં છે.
 • ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ તેઓ પત્ની સાથે મળીને પંજાબમાં ક્રાન્તિ કરતા રહ્યાં છે.
 • મોદી સરકારના બીજા મોટા ફેરબદલમાં પોતાને કઈ સ્થાન ન મળતા પણ તેઓ ટેન્શનમાં હતાં.