નવરચિત સિંગવડ તાલુકા મથકે સ્ય્ફઝ્રન્ની કચેરી શરૃ કરવા માગ - Sandesh
  • Home
  • Baroda
  • નવરચિત સિંગવડ તાલુકા મથકે સ્ય્ફઝ્રન્ની કચેરી શરૃ કરવા માગ

નવરચિત સિંગવડ તાલુકા મથકે સ્ય્ફઝ્રન્ની કચેરી શરૃ કરવા માગ

 | 3:03 am IST

૭૧ ગામોમાંથી ર્વાિષક રૃ.૭ કરોડ આવક થાય છે

ગ્રાહકોને વીજ બિલ ભરવા ૩૦ કિમીનું અંતર કાપી લિમખેડા જવું પડે છે

ા લીમખેડા ા

નવરચિત સિંગવડ તાલુકા મથકને તાજેતરમાં જ નવો તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે વીજકંપનીની કચેરીનો સિંગવડ મુખ્ય મથક ખાતે શુભારંભ થાય તો વીજઘારકોને ફરિયાદ કરવા માટે લાંબા થવું ના પડે. જેના કારણે સિંગવડ ખાતે વીજ કચેરીની શરૃઆત કરવામાં આવે તેવી લોગ માગ ઉઠવા પામી છે.

તાજેતરમાં દાહોદ જિલ્લાનો નવમો તાલુકો સિંગવડને દરજ્જો આપવામાં આવ્યો બાદ સિંગવડમાં એક પછી એક સરકારી ઓફિસોની શરૃઆત થવા લાગી જેમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા શિક્ષણાધિકારી સહિત અનેક કચેરીઓને અલગ પાડી કાર્યરત બનાવવામાં આવી છે ત્યારે સિંગવડ તાલુકાના ૭૧ ગામોમાં મધ્ય ગુજરાત વીજ કંપની કાર્યરત છે ત્યારે વીજ કંપનીના બિલોની રકમની ચુકવણી સહિત અનેક વિજ નિગમ કંપનીને લઇને ફરિયાદો કરવા સિંગવડ તાલુકાના છેવાડાના ગામના વીજ ધારકોને લીમખેડા જવા ૨૫ થી ૩૦ કિમી લાંબા થવુ પડે છે. જયારે અવારે વીજ ધારક ફરિયાદ કે બિલની રકમની ચુકવણી કરવા લીમખેડા જાય ત્યારે બપોર બાદ કામગીરી પૂર્ણ થતી હોય છે.

તાજેતરમાં નવા મીટરો, ફોર્મ ભરવા અંગે સહિત વીજળી ગુલ થવાના બનાવો સહીત અનેક ફરિયાદો માટે તાલુકો બન્યો હોવા છતાં સુવિધાઓ મળતી નથી. જેના કારણે વીજ ધારકોને ૩૦ કિમીસુધી દુર જવુ પડે છે. જયારે લીમખેડા એમજીવીસીએલને પણ આ બાબતે જાણ કરી હોવા છતાં કોઇ સાંભળવા તૈયાર નથી.

;