નવસારી અને તાપી જિલ્લામાં ભૂકંપના આંચકાથી ગભરાટ - Sandesh
 • Home
 • Newspaper
 • નવસારી અને તાપી જિલ્લામાં ભૂકંપના આંચકાથી ગભરાટ

નવસારી અને તાપી જિલ્લામાં ભૂકંપના આંચકાથી ગભરાટ

 | 3:00 am IST

 • એપી સેન્ટર ડોલવણનું મહુવરિયા ગામ
  ા નવસારી ા
  આજે સાંજે નવસારી અને તાપી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
  પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લામાં સાંજે લગભગ ૪.૩૬ કલાકે દક્ષિણ પૂર્વ તરફ્ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો છે. ભૂકંપનો ઝટકો લગભગ પાંચ સેકન્ડ સુધી અનુભવાયો હતો. ભૂંકપનું ઍપિસેન્ટર (કેન્દ્ર બિંદુ) તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનું મહુવરિયા ગામ ખાતે નોંધાયું હતું. આ સ્થળ નવસારીથી ૩૯ કિલોમીટર થાય છે.
  ભૂકંપના ઝટકા નવસારી, જલાલપોર તથા વાંસદા તાલુકામા ઉનાઈમાંં અનુભવવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૨.૩ની નોંધવામાં આવી છે. જમીનના પેટાળમાં લગભગ ૧૦ કિમી ઊંડે હળવી હલચલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાંસદા તાલુકાના ઐતિહાસિક પવિત્ર યાત્રાધામ ઉનાઇ ખાતે સોમવારે સાંજે ૪.૩૦ કલાકે ૫ સેકન્ડ સુધી ધરતીકંપનો હળવો આંચકો આંચકો અનુભવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;