નવસારી જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ કેસ, ત્રણને રજા અપાઇ - Sandesh
 • Home
 • Newspaper
 • નવસારી જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ કેસ, ત્રણને રજા અપાઇ

નવસારી જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ કેસ, ત્રણને રજા અપાઇ

 | 3:00 am IST

 • બીલીમોરામાં યુવાન ડોકટર સહિત ૩ જણા કોરોનાની ચપેટમાં આવ્યા, જિલ્લામાં દર્દીઓનો આંકડો ૧૮૦
  ા નવસારી-બીલીમોરા-ચીખલી ા
  નવસારી જિલ્લામાં મંગળવારે વધુ ૧૩ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જે પૈકી ૨૧ થી ૪૦ વર્ષની વય જુથના યુવા વર્ગમાં પણ કોરોના વધુ પ્રસરી રહ્યો હોય તેવી સ્થિતિ સામે આવી છે.
  બીલીમોરાના વિસ્તારમાં ચાર પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં આંતલીયા વિસ્તારમાં રહેતો ટ્રક ડ્રાઇવર સંક્રમિત થયો હતો. શહેરના શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવતો વ્યાપારી કે જે મહારાષ્ટ્ર થી શાકભાજી મંગાવતો હોય તેેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બીલીમોરામાં ફેબ્રીકેશનની દુકાન ધરાવતો યુવાન પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. આ ઉપરાંત બીલીમોરા શહેરની શિવ ચરણ સોસાયટીમાં રહેતા અને આસ્થા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે સેવા આપતા ડો. ભૌમિક બાલકૃષ્ણ ટંડેલ પણ સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા છે.
  બીજી તરફ ગણદેવી તાલુકાના ખારેલ ગામ ખાતે રહેતો અને સુરતની ખાનગી કંપનીમાં સિવિલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતો યુવાન કોરોનાગ્ર્સત મળ્યો છે. આ સાથે જ ચીખલી તાલુકામાં એક ખેત મજુર અને એક ગૃહીણીમાં કોરોનાના લક્ષણો દેખાયા હતાં. જેના સેમ્પલ લેવાતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જલાલપોર તાલુકાના મરોલી ખાતે રહેતી મહિલા સુરતના કતારગામ ખાતે પોતાના પીયરમાં ગઇ હતી. જે પરત મરોલી આવ્યા બાદ કોરોના સંક્રમીત જાહેર થઇ હતી. મરોલી વિસ્તારમાં જ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાટર્સ ખાતે રહેતા અને સુરતની ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતો યુવાન કોરોના સંક્રમિત થયો હતો. જ્યારે સુરતની ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરતો અને મરોલી બજારમાં રહેતો યુવાન પણ કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટિ થઈ છે.
  વધુમાં નવસારીના દશેરા ટેકરી ખાતે રહેતો રત્નકલાકાર યુવાન કોરોનાની ચપેટમાં આવ્યો છે. જયારે વિજલપોરના હનુમાન નગર વિસ્તારમાં રહેતી અને સુકા નાસ્તાનો ગૃહ ઉદ્યોગ ચલાવતી યુવાન મહિલા પણ કોરોના સંક્રમિત થઇ હતી. જે તમામને કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં.
  કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધી મળતી છેલ્લી વિગતો મુજબ આજે નવા નોંધાયેલા ૧૩ કેસ સાથે કુલ પોઝીટીવ કેસોનો આંકડો ૧૮૦ ઉપર પહોચ્યો હતો. જે પૈકી આજે વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હાલ જિલ્લામાં કુલ ૯૧ કોરોનાના એક્ટીવ કેસો હોય, જે તમામ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

  કોરોના સંક્રમિત દર્દીઓની યાદી
  હેમંતભાઇ ભાણાભાઇ પટેલ (ઉ.વ.૪૦) (રહે. સ્ટાફ ક્વાટર્સ, મરોલી, જલાલપોર)  નવસારી સાધનાબેન વિરલકુમાર કોથારી (ઉ.વ.૩૮) (રહે. મહાવિરનગર, મરોલી બજાર, જલાલપોર, નવસારી)  ભાર્ગવ મુકેશભાઇ પટેલ (ઉ.વ.૩૪) (રહે. મફતલાલ મીલની બાજુમાં, નવસારી)  ચેતન અરવિંદભાઇ પટેલ (ઉ.વ.૨૬) (રહે. જન્તા સોસાયટી, મરોલી બજાર, જલાલપોર, નવસારી)  આરતી આશીષકુમાર ઠક્કર (ઉ.વ.૩૭) (રહે. નદી મોહલ્લો, પારસી અગીયારી પાસે, ચીખલી)  મંગુભાઇ છોટુભાઇ પટેલ (ઉ.વ. ૫૨) (રહે. પીપલગભણ, ચીખલી)  ફૈજીન અઝીઝ શૈખ (ઉ.વ.૪૫) (રહે. આંતલીયા, બીલીમોરા)  ભાવેશ રાજુભાઇ પટેલ (ઉ.વ. ૩૫) (રહે. દશેરા ટેકરી, નવસારી)  જ્યોતિ સંજય ઠાકુર (ઉ.વ.૩૮) (રહે.હનુમાન નગર, વિજલપોર, નવસારી)  દયારામભાઇ વાલજીભાઇ ટંડેલ (ઉ.વ.૭૪) (રહે. આશાપુરી મંદિર રોડ, વિજલપોર, નવસારી.  અશોક સુખદેવ રાજપુરોહિત (ઉ.વ.૨૧) (રહે. સરદાર માર્કેટની પાછળ, દેવસર, ગણદેવી)  કમલેશ રદયનારાયણ તીવારી (ઉ.વ.૪૦) (રહે.ઝમડાછા, ગણદેવી)  ડો. ભૌમિક બાલકૃષ્ણ ટંડેલ (ઉ.વ.૩૬) (રહે. શિવચરણ સોસાયટી, બીલીમોરા, ગણદેવી, નવસારી)

  આજથી દુકાનો સાંજે છ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
  નવસારી જિલ્લામાં કોરોના વધતા જતા કેસને પગલે નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારી મંડળોથી એક બેઠક મળી હતી. જે બેઠકમાં મહામારીના પ્રકોપને ગંભીરતાથી લઇ સંક્રમણ અટકાવવાના પ્રયાસ રુપે તા. ૮-૭-૨૦૨૦ થી તા. ૨૦-૭-૨૦૨૦ સુધી જીવનજરુરીયાત ચીજ વસ્તુઓને બાદ કરતા તમામ વેપાર, ધંધા, દુકાનોમાં કામ કાજનો સમય સાંજે ૬ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે મહાજન મંડળ દ્વારા નવસારીની જનતાને સ્વેચ્છીક નક્કી કરાયેલા સમયનું પાલન કરવા અને અનિવાર્ય સંજોગો સીવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.

  પીપલગભાણના ખેડૂત વાયરસની ચપેટમાં, વેપારીથી સંક્રમિત થયાની શકયતા
  ચીખલી ઃ ચીખલી તાલુકાના પિપલગભણ ગામના પાનઘર ફળિયાના રહીશ મંગુભાઈ છોટુભાઈ પટેલ (ઉં.વ. પર) આમ તો ખેતીકામ કરે છે. પરંતુ સિઝનમાં કેરીનો પણ વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમને થોડા દિવસ પૂર્વે શરદી- ખાંસી, તાવ જણાતા ખાનગી તબીબ અને બાદમાં સાદકપોર પીએચસીમાં સારવાર માટે જતાં ત્યા મેડિકલ ઓફિસર દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. પ જુલાઈના રોજ લેવાયેલ સેમ્પલના રિપોર્ટ બીજા દિવસે પોઝિટિવ આવતા ત્યાં જ સારવાર શરૂ કરાઈ હતી. બીજી તરફ મંગુભાઈના પરિવાર સહિત વધુ નજીકના સંપર્કમાં આવેલ ૧પ જેટલાને હાઈરિસ્કમાં લઈ હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. જ્યારે અન્ય ૧૧૮ જેટલાને લો રિસ્કમાં રાખવામાં આવ્યા હતા. અને પાનઘર ફળિયાના ર૩ જેટલા ઘરોને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરી સીલ કરી દેવાયો હતો. જયારે આ ફળિયાને અડીને આવેલ સોલધરા ગામના ૪૪ મળી કુલ ૧૬૪ જેટલા ઘરોને બફર ઝોનમાં સમાવેશ કર્યો હતો. ઉપરોક્ત દર્દી સિઝન દરમિયાન કેરીનો વેપાર કરે છે. અને હાલે તેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ ન હતી, પરંતુ વેપારીઓની અવર-જવરમાં કોઈ વેપારીના સંપર્કમાં આવવાથી સંક્રમણ થયું હોવાનું મનાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;