નવાપરાનો શખસ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • નવાપરાનો શખસ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો

નવાપરાનો શખસ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો

 | 12:18 am IST

ભાવનગર, તા.૧૯

ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મોબાઈલ અને ઘડિયાળની ચોરી કરનાર નવાપરાના શખસને ભાવનગર ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લઈ ૩ થી ૪ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જે શખસને એલસીબીએ નિલમબાગ પોલીસને સોંપી દીધો હતો.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક દિપાંકર ત્રિવેદીની સૂચના અને એલસીબી પીઆઈ લાલીવાલાના માર્ગદર્શન હેઠળ ચોરીના અનડિટેક્ટ ગુના શોધવા માટે એલસીબી પીએસઆઈ એસ.એન.ચુડાસમા અને સ્ટાફના અર્જુનસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ તેમજ ભીખાભાઈ બુકેરા સહિતનો સ્ટાફ ગત રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ નવાપરા વિસ્તારમાં રહેતો રફિક ઉર્ફે રફો રજાકભાઈ ડેરૈયા (ઉ.વ.ર૦ રહે, નવાપરા) નામનો શખસ શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. જેની પાસેથી સાત જેટલા મોબાઈલ ફોન અને એક ઘડીયાળ મળી રૃ.પર,૦૦૦થી વધુની માલમત્તા મળી આવી હતી. જે શખસ રફિક ઉર્ફે રફો ડેરૈયાની આગવીઢબે પુછપરછ કરવામાં આવતા આ તમામ મુદ્દામાલ ચોરાઉ હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે એલસીબીની ટીમે ઉપરોક્ત શખસની વધુ પુછતાછ કરતા આરોપીએ મોબાઈલ ફોન અને ઘડીયાળ ઘોઘારોડ, દેવરાજનગર સામે આવેલ અમૃત સોસાયટીમાંથી, મહિલા કોલેજ પાછળની અને હિલપાર્ક, સિદસર રોડ સહિતના સ્થળોએથી ચોર્યા હોવાન કબૂલાત આપી હતી. જેના આધારે આરોપીને નિલમબાગ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.