નવા નદીસર પ્રાથ.શાળાનું ગૌરવ વધારતો બાળ વૈજ્ઞાાનિક - Sandesh
  • Home
  • Newspaper
  • નવા નદીસર પ્રાથ.શાળાનું ગૌરવ વધારતો બાળ વૈજ્ઞાાનિક

નવા નદીસર પ્રાથ.શાળાનું ગૌરવ વધારતો બાળ વૈજ્ઞાાનિક

 | 2:45 am IST

લાઈફાઈ નામની કૃતિને પ્રથમ ઈનામ

। ગોધરા ।

ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાના ધોરણ-૧ માં અભ્યાસ કરતા નાના બાળ વૈજ્ઞાાનિક દ્વારા લાઈફાઈ નામની કૃતિ બનાવી તાલુકા કક્ષાએ યોજાયેલા ગણિત વિજ્ઞાાન પ્રદર્શન માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

ગોધરા ખાતે યોજાયેલા ડો.વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાાન પ્રદર્શનમાં તે શાળાના ધોરણ ૧ ના વિદ્યાર્થી વ્હોરા ફિરદૌસ ઉર્ફે મહંમદ ઈરફાનભાઈએ સૌથી નાની વયે આ પ્રદર્શનમાં લાઈફાઈ નામની કૃતિ રજૂ કરી હતી.

આ લાઈફાઈ ની ખાસિયત એ છે કે નવી ટેકનોલોજી જે હજુ ટ્રાયલમાં ચાલે છે. વિદ્યુતનું પ્રકાશમાં અને પ્રકાશનું ધ્વનિમાં રૃપાંતરિત થાય છે. અને આ લાઇફાઈનો મોટો ફાયદો એ છે કે પ્રકાશ અને ધ્વનિ માટે અલગ વિદ્યુત ઉર્જા ખર્ચ નો સિધોજ બચાવ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન