નવા મૂડીરોકાણમાં નિસ્તેજ વલણ - Sandesh
  • Home
  • Business
  • નવા મૂડીરોકાણમાં નિસ્તેજ વલણ

નવા મૂડીરોકાણમાં નિસ્તેજ વલણ

 | 3:37 am IST

મુંબઈ, તા.૨૦  

નવા વર્ષમાં નવા મુડી રોકાણમાં સક્રિયતા જોવા નથી મળી. આ ઉપરાંત અટકી પડેલા પ્રોજેક્ટસની સ્થિતિ પણ સ્થિર જેવી છે. સીએમઆઈઈ (સેન્ટર ફોર મોનેટરિંગ ઈન્ડિયન ઇકોનોમી)ના રિપોર્ટ મુજબ નવા પ્રોજેક્ટસની જાહેરાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૬ના અંતે ૩.૩૨ લાખ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટસની જાહેરાત કરવામાં આવી હતી. એ જૂન ૨૦૧૬ના અંતે ઘટીને ૧.૨૪ લાખ કરોડ રૂપિયાના થયા છે. નવા પ્રોજેક્ટના રોકાણમાં ૬૩ ટકાનો ઘટાડો થયો છે. પ્રાઈવેટ સેકટરના નવા રોકાણનું મૂલ્ય ૨.૩૬ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૦.૯ લાખ કરોડ રૂપિયા થયું છે. જ્યારે જાહેર ક્ષેત્રના નવા રોકાણનું મૂલ્ય ૦.૯૬ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૦.૩૪ લાખ કરોડ રૂપિયા થયું છે.  

મેન્યુફેક્ચરિંગ સેકટરમાં સૌથી વધુ રોકાણ ધરાવતા નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ૦.૫૮ લાખ કરોડના નવા પ્રોજેક્ટ મેન્યુફેકચરિંગ સેકટરમાં જાહેર કરાયા છે. ર્સિવસિસ સેકટરમાં ૦.૩૪ લાખ કરોડ અને પાવર સેકટરમાં ૦.૩૦ લાખ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે.  

સીએમઆઈઈના રિપોર્ટ મુજબ માર્ચ ૨૦૧૬ની સરખામણીએ જૂન ૨૦૧૬માં પુરા થયેલા ક્વાર્ટરમાં અટકી પડેલા પ્રોજેક્ટસમાં મામુલી ઘટાડો થયો છે. માર્ચના અંતે ૧૧.૨૬ લાખ કરોડના પ્રોજેક્ટસ અટકી પડયા હતા. જે જૂનના અંતે ઘટીને ૧૧.૨૨ લાખ રૂપિયાના થયા છે. અટકી પડેલા પ્રોજેક્ટસમાં જૂન ૨૦૧૫થી સતત વધારો થયો છે. જૂન ૨૦૧૫માં ૯.૪૭ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટકી પડયા હતા. સપ્ટેમ્બરમાં ૧૦.૫૯ લાખ કરોડ, ડિસેમ્બરમાં ૧૦.૯૦ લાખ કરોડ, માર્ચમાં ૨૦૧૬માં ૧૧.૨૬ લાખ કરોડ અને જૂનમાં ૧૧.૨૨ લાખ કરોડના રૂપિયાના પ્રોજેક્ટ અટકી પડયા હતા.  

અટકી પડેલા પ્રોજેક્ટસમાં સૌથી વધુ હિસ્સો સૌથી વધારે છે. અટકી પડેલા કુલ પ્રોજેક્ટસમાં મેન્યુફેકચરિંગ સેકટરનો હિસ્સો ૩૪.૮૮ ટકા, ઇલેકટ્રિકસિટીનો ૩૧.૨૯ ટકા, ર્સિવસીસનો ૨૨.૪૩ ટકા, કન્સ્ટ્રકશન અને રિયલ એસ્ટેટનો ૭.૪૦ ટકા અને માઈનિંગ ક્ષેત્રનો ૨.૮૯ ટકા હિસ્સો છે.