નવા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદના શ્રીગણેશ  - Sandesh
  • Home
  • Baroda
  • નવા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદના શ્રીગણેશ 

નવા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદના શ્રીગણેશ 

 | 3:39 am IST

દિલ્હીના ઠગોએ નિવૃત્ત ઈજનેરને

કાર આપવાનું કહી ૩૮ લાખ ખંખેર્યા

ભેજાબાજોએ ટુડે લાઈવ શોપિંગ કંપનીના નામે ઓન લાઈન ખરીદી કરાવી હતી

ા વડોદરા ા

શહેરની ભદ્ર કચેરીમાં તાજેતરમાં જ નવા શરૃ થયેલા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદના શ્રી ગણેશ થયા હતા. સુભાનપુરામાં રહેતા નિવૃત એક્ઝિક્યુટિવ ઈજનેરને ઈનામ આપવાની લાલચ આપી દિલ્હીની ટુડે લાઈવ શોપીંગ નામની લેભાગુ કંપનીના ભેજાબાજોએ રૃ. ૩૮ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૃ કરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના સુભાનપુરા રોડ પર આવેલા ધૃતિ કોમ્પલેક્સમાં રહેતાં અનિલ રસિકલાલ શાહે વોટર ઈરીગેશન ડિપાર્ટમેન્ટમાંથી એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદેથી સ્વૈચ્છિક નિવૃતી લીધી હતી. ત્યારબાદ તેમણે બિલ્ડીંગ ફીનીસીંગ મટિરિયલ્સનો ટ્રેડીંગનો ધંધો શરૃ કર્યાે હતો. તા. ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ અજાણી વ્યક્તિએ અનિલભાઈને ફોન કરી કહ્યું કે, અમારી ઓન – લાઈન ટુડે લાઈવ શોપીંગ નામની વેબસાઈટ છે. જેમાં તમને રૃ. ૩,૦૦૪ની ખરીદી પર ગેરેન્ટેડ પ્રાઈઝ મળશે. જેથી અનિલભાઈએ રૃપિયા ૩,૦૦૪ની ઓન લાઈન ખરીદી કરી હતી, તેના ત્રણ દિવસ પછી ટુડે લાઈવ શોપીગ તરફથી એક ઈ-મેઈલ તેમને મળ્યો હતો. જેમાં ગેરેન્ટેડ ગીફ્ટમાં ટોપના પાંચ ગ્રાહકોમાં અનિલભાઈનું નામ હોવાનો ઉલ્લેખ હતો.

પ્રથમ ઈનામમાં પોલો કાર, બીજુ રોકડ રકમ અને અન્ય ત્રણ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ હતા. આ ઈનામ આપવા ભેજાબાજોએ અનિલભાઈ પાસેથી જરૃરી દસ્તાવેજો મેળવી લીધા હતા. તે પછી તા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પે યુ મની વોલેટનો નંબર તેમને આપ્યો હતો.

આ નંબર આપ્યાના બીજા જ દિવસે ઠગબાજોએ વેપારીને તમને પોલો કાર ઈનામમાં લાગી છે, તેવો ઈ- મેઈલ કરી રજીસ્ટ્રેશન પેટે રૃ. ૧૧,૫૦૦ પે યુ મની વોલેટમાં ભરાવ્યા હતા. ત્યારબાદ કંપની તરફથી પાંચ વર્ષ માટે ઈન્સ્યોરન્સ ફેસિલીટી ફ્રીમાં આપવામાં આવે છે, તેમ કહી બીજા રૃ. ૨૧,૧૮૪ ગઠિયાઓએ વેપારી પાસેથી ખંખેર્યા હતા.

અહીંથી નહીં અટકેલા ભેજાબાજોએ અલગ-અલગ નંબર પરથી અનિલભાઈને ફોન કરી ઈન્સ્યોરન્સ પ્રોસેસ પુરો થઈ ગયો છે, પરંતુ છેલ્લો સિક્યુરિટી પ્રોસેસ કરવાનો બાકી છે, જેમાં સિક્યુરિટી ફી પેટે તેમજ બીજા જુદા-જુદા કારણો જણાવી ૨૪ ગઠિયાઓના ખાતામાં કુલ રૃ. ૩૮,૧૪,૫૮૮ ભરાવી પડાવી લીધા હતા. આરોપીઓએ કાર નહીં આપતાં અનિલભાઈએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી.

દિલ્હીના નોઈડાની ઠગ ટોળકીની સંડોવણી

યુવતીઓ પાસે વેપારીને કોલ કરાવાતા હતા

તપાસ અધિકારી એ.આર.ગોહિલે કહ્યું કે, આરોપીઓએ રૃ. ૩૮ લાખ અનિલભાઈ પાસેથી પડાવી લીધી બાદ પણ તેમને વિશ્વાસમાં લઈ વધુ ૧૧ લાખ ખંખેરી લીધા હતા. જેમાં ગઠિયાઓ યુવતીઓ પાસે પણ વેપારીને કોલ કરાવતા હતા. ઈનામ નહીં મળે તો પૈસા પાછા મળશે, તેવી લાલચમાં વેપારીએ વધુને વધુ રૃપિયા આરોપીઓને આપ્યા હતા. આ ગેંગ દિલ્હીના નોઈડાની હોવાનું બહાર આવ્યું છે.

મ્જીગ્દન્ના ઉચ્ચ અધિકારીએ ઈનામની લાલચમાં રૃ. ૬૦ લાખ ગુમાવ્યા

બીએસએનએલના એક ઉચ્ચ અધિકારીને પણ ઠગ ટોળકીએ રૃ. ૧ લાખ પાઉન્ડ ઈનામમાં આપવાની લાલચ આપી હતી. જેથી તેમની વાતોમાં આવી ગયેલા અધિકારીએ ઈનામ મેળવવા માટે ટુકડે-ટુકડે ૬૦ લાખ ગઠિયાઓને આપ્યા હતા, પરંતુ ઈનામ તો ન મળ્યું, પરંતુ ૬૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને લઈ અધિકારીની હાલત ન કહેવાય ન સહેવાય જેવી થઈ છે.

;