નવી પત્નીને ખુશ કરવા 2 બાળકોનું કર્યું નિર્દયતાથી મોત,સગેવગે કરી લાશો - Sandesh
  • Home
  • Bhuj
  • નવી પત્નીને ખુશ કરવા 2 બાળકોનું કર્યું નિર્દયતાથી મોત,સગેવગે કરી લાશો

નવી પત્નીને ખુશ કરવા 2 બાળકોનું કર્યું નિર્દયતાથી મોત,સગેવગે કરી લાશો

 | 4:38 pm IST

ભૂજમાં પોતાના પતિની પહેલી પત્નીના બાળકોની બીજી પત્ની અને પતિએ જ સાથે મળીને નિર્દયતાથી હત્યા કરી હતી.પાલનપુર પોલીસે તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલી સદ્દગુરૂ રેસીડન્સી નજીકથી છ માસ અગાઉ એક 12 વર્ષિય કિશોરીની લાશ મળી આવી હતી.

જેનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ કરતી હતી. જે દરમિયાન એક કિશોરની હત્યામાં દંપતિ ભૂજ પોલીસના હાથે ઝડપાઇ ગયું હતું. જેમની પૂછતાછમાં કિશોરીની હત્યા પણ તેમણે કરી મૃતદેહ પાલનપુર નજીક ફેંકી દીધો હોવાનું કબૂલ્યું હતું. આથી પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી હત્યાના ગૂનામાં બંનેની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.
 
ભૂજના નાડાપા ગામે રહેતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલાના પહેલા લગ્ન જીવનમાં બે સંતાનો હતા. જેમાં પ્રસુતિ દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમને બીજા લગ્ન જ્યોતિ ઉર્ફે ભૂરી સાથે કર્યા હતા. તેમને બે સંતાનો હતા. જ્યોતિબેનને અગાઉની પત્નીના સંતાન ગમતા ન હતા. જેના કારણે બંને સંતાનોનું કાસળ કાઢી નાખવાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં છ માસ અગાઉ શ્યામજીભાઇ વાઘેલા તેમની પત્ની અને પુત્રી સાથે પાલનપુર ફરવા માટે આવ્યા હતા. જેમાં તેમને તેમની પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી પાલનપુર-અમદાવાદ હાઇવે સદ્દગુરૂ રેસીડેન્સી, ગઠામણ ગામ નજીક ફેંકી ચાલ્યા ગયા હતા.

આ ઘટનાના થોડાક દિવસો બાદ પાંચ વર્ષિય પુત્ર મુકેશની હત્યા કરી  લાશ ભૂજ તાલુકાના હબાઇ ગામની સીમમાં નાખી હતી. આ ઘટનાની જાણ પડધરી પોલીસને થતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં આ ઘટનામાં પિતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલા અને માતા જ્યોતિ ઉર્ફે ભૂરી શ્યામજી વાઘેલાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે રવિવારે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી આકરી પૂછપરછ કરતાં જૂની પત્નીના સંતાનો નવી પત્નીને ન ગમતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

નાની પાસે રહેતા સંતાનોની હત્યા કરવા બોલાવી લેવાયા હતા
માતાનું અવસાન થયા બાદ બંને સંતાનો તેમની નાની પાસે કલકત્તા રહેતા હતા. પરંતુ પિતાએ તેમની પાસે બોલાવી નવી પત્ની સાથે મળી બંને સંતાનોની હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન