નસવાડીમાં આજે ધારાસભ્યના પૂતળાનું દહન કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નસવાડીમાં આજે ધારાસભ્યના પૂતળાનું દહન કરાશે

નસવાડીમાં આજે ધારાસભ્યના પૂતળાનું દહન કરાશે

 | 3:00 am IST

ા નસવાડી ા

નસવાડી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યો વિકાસના કામોની ફાળવણીને લઇને આઠ દિવસથી ધરણા ઉપર બેઠા છે, દરમિયાન આજરોજ ભાજપના ધારાસભ્યે ટીડીઓના ચેમ્બરમાં સમાધાનનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમાધાન ના થતા કોંગ્રેસના બેનર પર ચૂંટાયેલા સદસ્યોએ તા. ૧૪મીને ગુરુવારના રોજ નસવાડી તાલુકા પંચાયતના કંપાઉન્ડમાં ધારાસભ્યના પૂતળાનુ દહન કરવાનુ એલાન કર્યુ હતુ. સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ બુધવારના રોજ બપોરના સમયે ધરણા ઉપર બેઠેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો સાથે ટી.ડી. (તાલુકા વિકાસ અધિકારી) ના ચેમ્બરમાં મિટિંગ કરી હતી. જેમાં ધારાસભ્યની ૧૫માં નાણાંપંચની ૩.૮૪ કરોડની જે ગ્રાન્ટ છે તેમાંથી દરેક તા.પં કોંગ્રેસના સભ્યો દીઠ ૧ સભ્યને ૭ લાખ ફાળવવાની વાત ધારાસભ્યએ કરી હતી. જયારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યોએ ૮ લાખની માંગણી મૂકી હતી. જેને લઈને ધારાસભ્ય ઉઠીને જતા રહેતા કોંગ્રેસના સભ્યો રોષે ભરાયા હતા અને ગુરુવારના રોજ ભેગા થઇ ધારાસભ્યનુ પૂતળા દહન કરવા માટેની તૈયારીઓ કરી છે. દશેરાના દિવસે તાલુકા પંચાયતને તાળાબંધીનું એલાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;