નસવાડી તા.નાં તળાવોમાં ઓછા વરસાદે નોંધપાત્ર પાણીનો સંગ્રહ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નસવાડી તા.નાં તળાવોમાં ઓછા વરસાદે નોંધપાત્ર પાણીનો સંગ્રહ

નસવાડી તા.નાં તળાવોમાં ઓછા વરસાદે નોંધપાત્ર પાણીનો સંગ્રહ

 | 2:49 am IST

મનરેગામાં બનાવેલા તળાવોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશી

ા વડોદરા ા

નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બે વર્ષમાં ૬૦ જેટલા તળાવો બન્યા હતા ઓછા વરસાદમાં પણ આ તળાવોમાં ૬૦ થી ૮૦ ટકા પાણી સંગ્રહ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં સિંચાઈની સુવિધાઓ ઓછી છે અને જમીનો સમતલ નથી. અવકાશી ખેતી ઉપર અમુક ગામડાઓ નિર્ભર છે જેનાથી સરકાર ઘ્વારા બે વર્ષમાં નસવાડી તાલુકામાં ૬૦ જેટલાં તળાવો ગામે ગામ મનરેગા યોજનામાં ગરીબ મજુર થકી બનાવ્યા હતા. જેમાં બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઠાળવારી જમીનો હોવાથી પહેલા વરસાદ પડતો હતો ત્યારે વરસાદી પાણી કોતરમાં વહી જતું હતું, પરંતુ તળાવો બનાવ્યા બાદ પાણી હાલ દરેક ગામે તળાવોમાં સંગ્રહ થઇ રહ્યું છે. જેનાથી સરકારની એક પહેલ હતી વરસાદી પાણી વેડફઈ નહી અને નદી અને તળાવોમાં સંગ્રહ થાય તે આશય સરકારનો સફ્ળ થયો છે સાથે સાથે મનરેગા યોજનામાં ગરીબ મજૂરોને રોજગારી પણ ઘર આગણે મળી છે નસવાડી તાલુકામાં ઓછા વરસાદે તળાવો ૬૦ ટકા થી ૮૦ ટકા સુધી ભરાઈ ગયા છે જેનાથી ખેડૂતો તળાવની આજુબાજુ મશીન મૂકી સિંચાઈ માટે શિયાળામાં પાણી ખેતીમાં લઇ શકશે હાલ તો આ તળાવો આશીર્વાદ રૂપ ખેડૂતો માટે બન્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;