નસવાડી તા.માં જિલ્લાના બીજા બાળ માહિતી કેન્દ્રનો પ્રારંભ - Sandesh
  • Home
  • Baroda
  • નસવાડી તા.માં જિલ્લાના બીજા બાળ માહિતી કેન્દ્રનો પ્રારંભ

નસવાડી તા.માં જિલ્લાના બીજા બાળ માહિતી કેન્દ્રનો પ્રારંભ

 | 2:45 am IST

પાયલોટ પ્રોજેક્ટના ભાગરૃપે બે જિલ્લાની પસંદગી

માતા- પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને રૃ.૩૦૦૦ની સહાય

। નસવાડી ।

ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૃપે બે જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં (૧) બનાસકાંઠા (૨) છોટાઉદેપુર જે અંતર્ગત નસવાડી તાલુકામાં તાલુકા સેવા સદનની કચેરી જનસેવા કેન્દ્રમાં ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે આ માહિતી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો.

જેમાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં મામલતદાર કે.સી. વળવી તાલુકા પંચાયતના કર્મચારી, તાલુકા બાળ સુરક્ષા સમિતિના સભ્ય ચંપાબેન તેમજ સરપંચ આરોગ્ય ક્ષેત્રે કામ કરતી આશાબહેનો ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ના પ્રતિનિધિ અને આ કેન્દ્રના સંચાલન ભાષા કેન્દ્રનો સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત છ તાલુકાઓમાં તાલુકા દીઠ બે જણાનો સ્ટાફ રહેશે.

આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જેમાં કાયદા વિશેની માહિતી તેમજ સરકારની ૧૮ વર્ષ સુધીના બાળકોને લગતી તમામ યોજના, શિક્ષણ, આરોગ્ય, વોકેશન તાલીમ, કેરીયર ગાઇડન્સ વગેરેની માહિતી અને બાળલગ્ન, બાળમજૂરી અંગેની કાયદા અંગેની માહિતી, ગામ લોકો સુધી પહોંચે અને જાગૃતા આવે તથા પાલક માતા પિતા યોજના અંતર્ગત માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને સરકાર દર મહિને ૩૦૦૦ની  સહાય અપાય છે.

;