નસીબમાં પુત્રનું સુખ છે? - Sandesh

નસીબમાં પુત્રનું સુખ છે?

 | 2:34 am IST

પ્રશ્ન : આચાર્યશ્રી મારા પિતાજીની જમીન ચાંગોદર નજીક છે. છેલ્લા બે વર્ષથી અમે અમારી જમીન વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ સફળતા મળતી નથી. પાર્ટીઓ આવે છે અને જતી રહે છે. અમે ઓલરેડી ત્રણ-ચાર મિટિંગ કરી છે. પણ રિઝલ્ટ ઝીરો છે. તો પ્લીઝ એ જમીન વેચાઈ જાય તે માટે કોઈ ઉપાય બતાવશો. 

મારી જન્મતારીખ ૧૨/૧૧/૮૧, સ્થળ અમદાવાદ 

(ઈલેશ વાઘેલા, અમદાવાદ) 

જવાબ : શ્રીમાન ઈલેશભાઈ આપે આપના ફાધરની જગ્યા વેચવાની વાત કરી છે. એન ડિટેઈલ તમારી આવી છે. એની ઉપરથી હું આપને ગ્રહ નક્ષત્રો ઉપર ન કહેતા એક ઉપાય બતાવું છે. જે આપ કરશો તો ચોક્કસથી ફાયદો જણાશે. 

ઉપાય – જે જગ્યા વેચવાની છે ત્યાંથી એક લાકડીનો ટુકડો અથવા ઝાડની ડાળીનો ટુકડો અથવા તે જગ્યાએ પડેલી સૂકી લાકડી ચાલે. રસોઈઘરમાંથી એક લોઢાનો ટુકડો ખીલી અથવા ચાકુ, ચિપિયો વગેરે તથા ઘરના યોગપણાની થોડીક માટી લઈ મા બધાને લાલ ગળતી અંદર બંધ કરીને વહેવા પાણીમાં વહાવી દેવું. જમીન વેચાઈ જશે. 

પ્રશ્ન : મારી જન્મ તારીખ ૧૦/૩/૧૨ સમય ૧૦ વાગેને પર મિનિટ સવારે, જન્મ સ્થળ સાણંદ છે. મારી મેરેજ લાઈફ કેવી રહેશે અને ફાઈનલ કન્ડીશન વિષે જણાવ્યો.

એક વાચક. 

જવાબ : આપની પૂરી વિગત જોતા આપ વૃષભ લગ્નમાં જન્મયા છો. આપ માંગલિક છો. કેન્દ્ર સ્થાનમાં દસમાં ભાવમાં સૂર્ય+રાહુ અંગારક યોગ થાય છે જો તેનું નિવારણ કરાવી લેવું. ઉપરાંત આઠમા ભાવમાં શનિ+મંગળ વિસ્ફોટક ડેટા થવાથી નિવારણ કરાવી લેવું. આર્થિક પરિસ્થિતિ સુધારવા મહાલક્ષ્મી અષ્ટક અને શ્રી યુક્તના પાઠ નિયમિત કરવા. મેરેજલાઈફ સારી રહેશે. 

પ્રશ્ન : જય શ્રીકૃષ્ણ રાજવીબેન મારી જન્મ તારીખ ૪/૫/૧૯૯૩, સમય સવારે ૭ વાગે છે. મારે એ જાણવું છે કે મારૂ ભવિષ્ય કેવું રહેશે? અને મારા માટે કયા બિઝનેશ ફિલ્ડમાં હું સફળતા મેળવી શકું એવું છે? તે જણાવશો. એ સિવાય મારી કુંડલીમાં કોઈ વિદેશયોગ હોય તો જણાવશો. 

(પ્રતીક અકબરી) 

જવાબ : નમસ્કાર પ્રતિકભાઈ, તમારા જન્માક્ષર જોતા આપ મંગળવાર કન્યા રાશી તેરસ, હસી (૪) નક્ષત્ર, વજ્રયોગ બે લાખ મહીનામાં ઋષભ લગ્નમાં જન્મ્યા છો. આપનું ભવિષ્ય સારૂ છે. આપના જન્માક્ષરમાં ૫માં ભાવમાં ગુરૂ ચંદ્ર સ્થિત છે. જે ગજ કેસરી યોગ બનાવે છે. શરૂઆતમાં તકલીફ રહેશે પણ પાછળથી સારૂ રહે. આપ ચંદ્રનું મોતી સાડા ત્રણ કેરેટનું ચાંદીમાં જમણાહાથની છેલ્લી આંગળીમાં સોમવારે ધારણ કરવું આપ એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનો બિઝનેસ જેમાં શનિને સંબંધીત લોખંડની વસ્તુનો વેપાર કરી શકાય. તેલ જો વ્યવસાય પણ કરી શકો. વિદેશ યોગ નથી. સ્થાયી રહી શકાય નહીં. 

પ્રશ્ન : આચાર્યશ્રી મારૂનામ નિમીષા પટેલ છે. મને મારા લગ્ન માટે તથા મારા લગ્નજીવન વિષે જણાવશો. મેં ઘણીબધી સ્ટ્રગલ કરી છે. મારી જ.તા.૨૬/૪/૭૮, ૫:૪૦ સાંજે મને સ્થળ સુરત છે. 

(નિમિષા પટેલ) 

જવાબ : નમસ્કાર, નિમિષાબેન, આપની કન્યા લગ્નની કુંડલી જોતા સાતમા સ્થાનમાં બુધ અને કેતું બિરાજમાન છે. દાંપત્ય જીવનનો ગુરુએ બુધના ઘરમાં અસ્તજો છે. આ ઉપરાંત આપની લાઈફ વિષે જોતા જણાય છે કે લાઈફમાં ઘણીબધી સ્ટ્રગલ્સ છે. પણ આપના આત્મ વિશ્વાસના બળે આપ ટકેલા છો અને આગળ પણ હિંમતથી સામનો કરશો. સૌ પ્રથમ આપ ગુરૂ ધારણ કરી લો. સાડાત્રણ રતી જો ચાંદીમાં, ગુરૂવારે પહેરી લો. સાથે જો શક્ય હોય તો ગુરૂવારે દત્ત બાવનીનો પાઠ કરો અને સાથે મંગળનું સાડા ત્રણ રતીનું નંગ પહેરો અથવા તો અલગ અલગ ન પહેરવું હોય તો એક પેંડલમાં ચંદ્ર,મંગળ અને ગુરૂ ધારણ કરો. જે હદયને ટચ થાય જીવન પર્યન્ત આનાથી સંતતી અને સંપતીમાં ફાયદો થશે અને દુર્ગા સપ્તસતીના પાઠ કરવાનું રાખો. 

પ્રશ્ન : નમસ્કાર મારો પ્રશ્ન મારી સફળતા મને ક્યારે મળશે. હું સીવીલ સર્વીસમાં પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. તો આપ મને જણાવશો કે કયાં ઉપાયો દ્વારા હું એમાં સકસેસ થઈ શકું? મારી જ.તા.૯/૧૧/૧૯૯૧ સમય-બપોરે-૨ વાગે, અમદાવાદ  

(નિકુંજ પટેલ) 

જવાબ : નિકુંજભાઈ આપની વિગતે જોતા આપ શનિવાર,વૃશ્ચિક રાશી ત્રીજ, જયેષ્ઠા નક્ષત્ર, અતિગેડયોગ, કારતક મહિનો અને શુભ લગ્નમાં જન્મેલા છે. આપની કુંડલીમાં ભાગ્ય સ્થાનમાં સૂર્ય,મંગળ અંગારકદોષ છે. જેનું સૌ પ્રથમ નિવારણ કરાવી લેવું સાથે જણાય છે કે આપના કુટુંબમાં પૂર્વજની તકલીફ છે. જેમાં સત્વરે પિતૃવિધી કરાવવી મને આપ જે સિવીલ સર્વીસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમની મહેનત કરો. ફળ જરૂર મળશે. 

પ્રશ્ન : નમસ્કાર રાજવીજી હું મારા ભાઈ વિષે જાણવાં માંગુ છું અમે લોકો તેની મેરેજ લાઈફને લઈને ખૂબ ચિંતામાં છીએ. મારા ભાઈના લગ્નને એક વર્ષને બે મહીના થયા છે. મારા ભાભી પરણીને આવ્યા ત્યારથી કોઈ ને કોઈ રીતે પરેશાન કરે છે. મારા મમ્મી અને ભાઈ સાથે બેહુદુ વર્ણન કરે છે. મારા ભાઈનું ભવિષ્ય જોઈને કહો કે આગળ શું થશે? આખી જીંદગીમાં મારા ભાઈએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. હવે પત્ની તરફથી પણ તકલીફ પડવાથી એ ખૂબ ડ્રીપેશનમાં છે. તમે આમાથી નિકળવાનો કોઈ રસ્તો બતાવો. 

જવાબ : નમસ્કાર. બંનેની કુંડલી જોતા આ તકલીફ વધી શકે તેમ છે. કારણકે કુંડળી મેચ થતી નથી. આખા કિસ્સામાં છૂટા થઈ જવું એ યોગ્ય ઉપાય રહે. બીજું અગર તમારા ભાઈ-ભાભીની વચ્ચે સુભંદુ કરવાની વાત હોય તો રવિવારના દિવસે માટીના પાત્રમાં કોલસાના અંગારા બનાવી કબૂતરની સૂકાયેલી અઘારને નાખી એનો ધુમાડો દરેક રૂમમાં આપવો. આવુ કરવાની પરીવારમાં એકતા અને પ્રેમનું વાતાવરણ બની રહેશે. બીજા ઉપાયમાં નવરાત્રીમાં દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો. અગર પતિ પત્નીમાં બીના કોઈ કારણ ઝઘડતા હોય તો ગોમતી ચક્ર અને એજ ઓનેક્ષ (લીલુ બુધનું ઉપરતન) લઈ પતિ પત્નીનું નામ લખી એક મુઠ્ઠી સરસવ નાંખી ચમકદાર ઘેરા લાલ વસ્ત્રમાં બાંધી ઘરમાં મૂકી દેવાથી પતિ પત્ની વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય. 

પ્રશ્ન : નમસ્તે જયશ્રીકૃષ્ણ, મારું નામ વિમલદાવડા છે. મારી જન્મતારીખ ૨૫/૮/૭૮ ના રોજ સવારે ૫ વાગે છે. મારી અર્ધાગીની જન્મ તારીખ ૨૬/૧/૮૪ સવારે સાડા પાંચ વાગે છે અને મારે સંતાનમાં ભગવાનની દીધેલી ત્રણ દીકરીઓ છે જે મને ખૂબ જ વહાલી છે. મારા કે મારી પત્નીના નસીબમાં પુત્રસુખ છે? અને હોય તો ક્યારે પ્લાનિંગ કરું? 

જવાબ : નમસ્કાર આપ બંનેની કુંડલીની વિગતો જોતા ભાઈની કુંડલીમાં પંચમેશ પાપગ્રહથી ગ્રસીત હોવાથી પુત્રીહીન યોગ બને છે. સાથે આપશ્રીની પત્નીની વિગતો જોતા શનિ,ચંદ્ર અને મંગળની યુતિથી પુત્ર પ્રાપ્તિમાં બાધા જણાય છે. એમ કહી શકાય કે જન્મ કુંડલીની અંદર કન્ટવ શનિના જ વધારે યોગ છે છતાં પણ આપને જો પુત્ર પ્રાપ્તીની મહેચ્છા હોય તો નીચે પ્રમાણેના ઉપાયો કરવા 

૧. મંત્ર ૐ દેવતીસુત ગોવીંદમ વાસુદેવ જગતપતિ, 

દેદી મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણમં ગતઃ 

આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી આપના યોગ ના હોય કે હોય તો પણ પુત્રીની પ્રાપ્તી થાય. 

૨. રુદ્રાષ્ટાધ્યાયી દ્વારા એક હજાર (૧૦૦૦) રૂદ્રાભિષેક એટલે ત્રણ વર્ષ સુધી રૂદ્રાભિષેક કરાવવામાં આવે તો પુત્ર પ્રાપ્તી થાય છે. 

૩. તુલસીદાસજી એ માનસમાં કહ્યું છે મંત્ર મહામણી વિષય ખ્યાલ કે; નેત્રન કઠીન શું એક ભાલ કે. 

પ્રશ્ન : જય જિનેન્દ્ર,સાથે મારી પુત્રીના જન્માક્ષર મોકલાવેલ છે. તો પુત્રીને લગ્નયોગ ક્યારે બનશે અને પાત્ર મુંબઈનું હશે કે ગુજરાતનું એ જણાવવા વિનંતી આભાર સહ.

(પંકજભાઈ શાહ, મુંબઈ) 

જવાબ : જય જનેન્દ્ર, પંકજભાઈ આપની પુત્રીની કુંડલી જોતા તેના લગ્નના યોગ જુલાઈ-૧૭ થી શરૂ થશે. નવેમ્બર-૧૮ સુધીમાં એનું વેવીશાળ નક્કી થાય એ શક્ય બનશે. પાત્ર ઘર મુંબઈમાં પરંતુ બહાર વસવાટ કરતું હોય તેવું શક્ય બને. 

પ્રશ્ન : નમસ્કાર મારા પુત્ર માટે લગ્નનો યોગ છે કે નહીં તે ખાસ જણાવવા વિંનતી કારણકે અમારે છેલ્લી ત્રણ પેઢીથી એક જણ કુંવારા રહે છે. અને આ આ બાબતથી અમે ચિંતીત છીએ. મારા પુત્રની જન્મ તારીખ ૨/૧૨/૮૪ છે.  

જવાબ : આપનાં ઘરમાં પિતૃઓની તકલીફ હોવાથી લગ્નમાં બાધા આવી રહી છે. આ ઉપરાંત કુટુંબમાં ડાકીની-શાકીની દોષ અને ગોત્રદોષ પણ જોવા મળી રહ્યો છે. તો (૧)સૌ પ્રથમ નારાયણબલી કરાવી દેવી. 

(૨) ટાપૂટીન ચંડી પાઠના જાપ ઘરમાં કરાવવા. 

(૩) દત્તબાવનીના ૧૧ પાઠ ગુરૂવારે કરવા. 

પ્રશ્ન : પ્રણામ, આપને જણાવવાનું કે, મારા પુત્રનો જન્મ ૨૮/૧/૮૮ ગુરૂવારે સવારે ૭:૦૫ અને કેમુક્ષ્મ યોગમાં થયો છે. તેની સોબત સારી નથી તથા તેના લગ્નની ઉંમર પણ થઈ હોવાથી કોઈ ઉપાય બતાવશો. 

(એકમાતા) 

જવાબ : નમસ્કાર બેન, આપના પાલ્યની ખરાબ આદતો છોડાવવા માટે આપ નીચે પ્રમાણે ઉપાય કરશો. 

૧. ગુરુવારે ત્રણ રસ્તા પડતા હોય તેવી જગ્યાએ જઈ ત્રણ ગુલાબનાં ફૂલ એક અગરબત્તી અને એક અત્તરની શીશી કુળદેવીનું નામ લઈને મૂકવી. આ પ્રયોગ રાત્રે ૧૧:૩૦ પછી કરવો જેનાથી આપના પાલ્યની ખરાબ સોબત છૂટી જશે. લગ્નના યોગ ૧૧ ઓગષ્ટ-૨૦૧૬થી ચાલુ થશે. અગર એ પહેલા કોઈ સારું માગું આવે તે વધાવી લેવું. જો શક્ય હોય તો આપના પાલ્યના નામનો રુદ્રાભિષેક દર સોમવારે શિવજીનાં મંદિરમાં કરાવવો. 

રાજવી આચાર્ય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન