નસીરુદ્દીન શાહના જન્મદિવસે જાણીએ તેની જોરદાર લવ લાઈફ વિશે - Sandesh
  • Home
  • Entertainment
  • નસીરુદ્દીન શાહના જન્મદિવસે જાણીએ તેની જોરદાર લવ લાઈફ વિશે

નસીરુદ્દીન શાહના જન્મદિવસે જાણીએ તેની જોરદાર લવ લાઈફ વિશે

 | 1:26 pm IST

સોથી પણ વધારે ફિલ્મોમાં કામ કરી દેશ-વિદેશમાં પોતાની એક્ટિંગનો ડંકો વગાડનારા અભિનેતા નસીરુદ્દીન શાહ 66 વર્ષના થઈ ગયાં છે. 20, જુલાઈ, 1950ના રોજ જન્મેલા નસીરુદ્દીન શાહે પોતાના કરિયરની શરૂઆત પાક સિનેમાંથી કરી હતી. કેટલાક નેશનલ અને ફિલ્મફેયર એવોર્ડ્સથી પ્રસિદ્ધી પામેલા નસીરુદ્દીન શાહના ફિલ્મી કરિયર વિશેની જાણ કરોડો લોકોને છે પરંતુ તેની પર્સનલ લાઈફને લગતા કેટલાક તથ્યોની હજુ કોઈને જાણ નથી, તેમાંથી એક છે તેમની લવ લાઈફ. નસીરુદ્દીને 1982માં એક્ટ્રેસ રત્ના પાઠક સાથે લગ્ન કર્યાં હતાં. અલગ અલગ ધર્મ સાથે જોડાયેલી આ જોડી 34 વર્ષોથી સાથે છે. તેમની પહેલી મુલાકાત થઈ હતી 1975.

વાત 1975ની છે જ્યારે રત્ના કોલેજની વિદ્ધાર્થિની હતી અને નસીર એફટીઆઈઆઈથી ગ્રેજ્યુએશન કરી રહ્યાં હતાં. સત્યદેવ દુબેના ડાયરેક્શનમાં બનેલ ‘સંભોગથી સંન્યાસ’ નામનાં પ્લેમાં તેમને પહેલી વાર કામ કર્યું હતું. આ પ્લેના રિહર્સલ દરમિયાન તેમની પહેલી મુલાકાત થઈ હતી. આ મુલાકાત વિશે રત્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘આ પહેલી નજરનો પ્રેમ ન હતો. દુબેએ જ્યારે સૌ પ્રથમ અમારી ઓળખાણ કરાવી ત્યારે તેઓ નશીરનું સાચું નામ પણ જાણી ન સકી.’ પહેલા દિવસે તો અમે મિત્ર પણ ન હતાં, બીજા દિવસે અમે સાથે ફરવાનું શરૂ કરી દીધુ હતું.

રત્નાથી 13 વર્ષ મોટા નસીર સાહેબના પહેલા લગ્ન પરવીન મુરાદ સાથે થયા હતાં. તે સમયે નસીર 19-20 તો પરવીન 36 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ આ જોડીની બેટી હીબા શાહનો જન્મ થયો. ત્યારબાદ જલ્દી જ પરવીન અને નસીર અલગ થઈ ગયા અને હીબા માતા સાથે ઈરાન ચાલી ગઈ.

પરવીનના અલગ થવાના કેટલાક વર્ષો બાદ નસીર અને રત્ના નજીક આવ્યાં. મોટા લગ્નના જલસા ન કરતા આ કપલે સાધારણ રીતે લગ્ન કર્યાં. 1982માં રત્નાની માતા દીના પાઠકના ઘર પર જોડીએ નજીકના સંબંધીઓની હાજરીમાં રજિસ્ટ્રર્ડ લગ્ન કર્યાં. લગ્નના કેટલાક સમય બાદ નસીરની પહેલી પત્નીની પુત્રી પણ તેમની સાથે રહેવા લાગી. હીબાનો ઉછેર નસીર-રત્નાના બંને પુત્ર ઈમાદ અને વિવાનની સાથે સાથે જ થયો છે.