નાગિન-6માં કોણ હશે નાગિન, મૌની રોય કે મહેક ચહલ? - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • નાગિન-6માં કોણ હશે નાગિન, મૌની રોય કે મહેક ચહલ?

નાગિન-6માં કોણ હશે નાગિન, મૌની રોય કે મહેક ચહલ?

 | 4:32 am IST
  • Share

  નાના પડદા પર એકતા કપૂરની ટીવી સીરિયલ નાગિન ભારે લોકપ્રિય છે. એનું જ કારણ છે કે એક સિઝન પૂરી થયા પછી દર્શકો તરત તેની નવી સિઝનની રાહ જોતા થઈ જાય છે. સાથે જ એ વાતને લઈને પણ તેમને ઉત્સુકતા રહેતી હોય છે કે નવી સિઝનમાં નાગણનું પાત્ર કોણ ભજવશે. હાલ આ શૉની છઠ્ઠી સિઝનની તૈયારીઓ થઈ રહી છે અને એકતા કપૂરે ઈશારો કર્યો છે કે નવી સિઝનમાં નાગિનનો રોલ કરનાર અભિનેત્રીનું નામ અંગ્રેજી એમ અક્ષરથી શરૂ થાય છે અને તેનું સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. ત્યારથી શૉના દર્શકો આ મામલે જાતજાતના અંદાજ લગાવવા લાગ્યા છે. એમ સાથે એક તારણ એવું પણ છે કે તે મહિમા મકવાણા હોવી જોઈએ, જે હાલમાં જ સલમાનના બનેવી આયુષ શર્મા સાથે ફિલ્મ અંતિમમાં મુખ્ય ભૂમિકા કરી રહી છે. તો એક વર્ગનું માનવું છે કે મૌની રોય ફરી એક વાર નાગિનના રોલમાં નજરે ચડી શકે છે. આમેય મૌની જેટલી લોકપ્રિયતા નાગિનના રોલમાં અન્ય કોઈ અભિનેત્રીને હજુ સુધી મળી નથી. મૌનીને સલમાન ખૂબ પસંદ કરે છે અને બિગ બોસમાં પણ તે ઘણી વાર જોવા મળે છે. અન્ય એક નામ મહેક ચહલનું પણ છે, જે પણ અગાઉ બિગ બોસમાં જોવા મળી ચૂકી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો