નાનાપોંઢા નજીક પોલ સાથે અથડાયેલા યુવાનને ગંભીર ઇજા - Sandesh
  • Home
  • Newspaper
  • નાનાપોંઢા નજીક પોલ સાથે અથડાયેલા યુવાનને ગંભીર ઇજા

નાનાપોંઢા નજીક પોલ સાથે અથડાયેલા યુવાનને ગંભીર ઇજા

 | 3:30 am IST

ા નાનાપોંઢા ા

ભંડારકચ્છથી નાનાપોંઢા તરફ જઈ રહેલો બાઈકચાલક વીજપોલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઇજા થઇ હતી. કપરાડાના ભંડારકચ્છ ગામના મુશળ ફળિયાના યુવાન અશોકભાઈ રમેશભાઈ ભાવર (ઉંમર ૩૦ વર્ષ) પોતાના ઘરેથી બાઈક લઇ કામ અર્થે નાનાપોંઢા તરફ જઈ રહ્યો હતો. તે વખતે મુશળ ફળિયાના વળાંકમાં બાઈક વીજપોલ સાથે અથડાતાં તેને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર વલસાડની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના ફરજ પરના તબીબે તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતં.

;