નાનાહબીપુરાના ૮ વિદ્યાર્થીઓ એનએમએમએસ ની પરીક્ષામાં ઉતિર્ણ - Sandesh
  • Home
  • Baroda
  • નાનાહબીપુરાના ૮ વિદ્યાર્થીઓ એનએમએમએસ ની પરીક્ષામાં ઉતિર્ણ

નાનાહબીપુરાના ૮ વિદ્યાર્થીઓ એનએમએમએસ ની પરીક્ષામાં ઉતિર્ણ

 | 3:23 am IST

તમામ વિદ્યાર્થીઓને મેડલ, સન્માનપત્ર આપવામાં આવ્યું

ા સાધલી ા

શિનોર તાલુકાના નાનાહબીપુરા ગામની પ્રાથમિક શાળાના ૮ વિદ્યાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ (એનએમએમએસ) ૨૦૧૮ની પરીક્ષામાં ઉતિર્ણ થતાં તેઓને સન્માન સાથે પ્રોત્સાહનનો કાર્યક્રમ શાળા પરિવારે યોજ્યો હતો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ તેજસ્વી બાળકોને સ્કોલરશીપ યોજનાનો લાભ મળે તે માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એનએમએમએસ) બહાર પાડી છે. તે અન્વયે ૨૦૧૮ના વર્ષમાં શિનોર તાલુકાના નાનાહબીપુરા ગામની પ્રાથમિક શાળા જે બિલ્ડિંગનું રંગરોગાન રેલવેના ડબ્બા જેવું આકર્ષક બનાવી ગુજરાતભરમાં અનોખી ભાત પાડી તેના આચાર્ય હરીશભાઇ રાણાના માર્ગદર્શન હેઠળ બાળકોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને કુલ ૮ બાળકો ઉતિર્ણ થતાં તા. ૧૫-૨-૧૯ના રોજ બપોરે ૧૨ કલાકે શિનોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રામસીંગભાઇ કોળીની ઉપસ્થિતિમાં આચાર્ય શાળા પરિવાર, સરપંચ, એમ.એસ.સી. સભ્યો તથા વાલીઓની હાજરીમાં આ તમામ બાળકોને મેડલ પહેરાવી, પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

જેમાં વસાવા દેવાંગીની રામજીભાઇ એસટી કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને ઉતિર્ણ થયા છે. અને ટોપ- ૧૦માં આ શાળાના વસાવા દેવીંગીની રામજીભાઇ તથા પરમાર નિત્યાબેન સતીષભાઇનો સમાવેશ થતાં શાળાનુ ગૌરવ વધારેલ છે. અન્ય કોઇ ઉતિર્ણ થયેલામાં વસાવા અમીષાબેન વસંતભાઇ, પટેલ ઉર્િવબેન ધર્મેન્દ્રભાઇ, પાટણવાડિયા રોહન જયેન્દ્રભાઇ, પાટણવાડિયા આશીષ બાલુભાઇ, મનસુરી મુનાફહુસેન ઇસ્માઇલભાઇ તથા પાટણવાડિયા ઘનશ્યામ રાવજીભાઇ ઉતિર્ણ થયેલા બાળકોનું ટીપીઓની હાજરીમાં આચાર્ય હરેશભાઇ રાણા તથા અગ્રણીઓ દ્વારા જાહેરમાં બહુમાન કરાતા આનંદ વ્યાપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;