નાની-મોટી અનેક સમસ્યાઓ નિવારવા કરો રત્નધારણ, અવશ્ય થશે લાભ - Sandesh
  • Home
  • Astrology
  • નાની-મોટી અનેક સમસ્યાઓ નિવારવા કરો રત્નધારણ, અવશ્ય થશે લાભ

નાની-મોટી અનેક સમસ્યાઓ નિવારવા કરો રત્નધારણ, અવશ્ય થશે લાભ

 | 3:17 pm IST

ગ્રહોની ચાલ બદલે ત્યારે તેની અસર વ્યક્તિના જીવન પર પણ પડે છે. કુંડળીના બદલાયેલા ગ્રહની ખરાબ અસરને ઘટાડવા અને નબળા ગ્રહને પ્રબળ બનાવવા માટે લોકો રાશિ અનુસાર અલગ અલગ રત્નો ધારણ કરતા હોય છે. અનેર લોકોને તમે રત્નો ધારણ કરેલા જોયા હશે, ઘણા લોકો ગળામાં તો ઘણા લોકો વીંટીમાં જડાવી રત્ન ધારણ કરે છે. ભાગ્યોદયમાં નડતી સમસ્યાઓનું સમાધાન રત્નો દ્વારા કરવાનું સરળ રહે છે. પરંતુ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે કઈકઈ સમસ્યાઓમાં રત્ન ધારણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

વિવિધ સમસ્યામાં રત્નોના ઉપાયો
દાંપત્યજીવન

લગ્નજીવનમાં પતિ અને પત્ની વચ્ચે જ્યારે અણબનાવનાં બીજ રોપાય છે ત્યારે એક એવી ખીણ બની જાય છે, જે પૂરી શકાય એમ નથી હોતી. અંતર વધવા લાગે છે, જ્યારે મિત્ર ગ્રહોની અસર ન પ્રાપ્ત થતી હોય ત્યારે જ આવું બને. કુંડળીનું પ્રથમ અને સપ્તમ સ્થાન શુભ અને અશુભગ્રહ પ્રેરિત અથવા ભ્રષ્ટ હોય ત્યારે આવું બને છે. જે ગ્રહોથી તકલીફ થતી હોય એ ગ્રહમાં જે નબળો ગ્રહ હોય એને પ્રબળ બનાવવો જોઈએ. એ ગ્રહના પ્રતિનિધિ નંગને ધારણ કરવો જોઈએ. જેમ કે, પ્રથમ સ્થાનમાં વૃષભનો સૂર્ય હોય અને સપ્તમ સ્થાનમાં વૃશ્ચિકનો શનિ હોય તો શનિનું રત્ન નીલમ ધારણ કરવું જોઈએ. ધારો કે પ્રથમ સ્થાનમાં વૃષભનો ચંદ્ર હોય અને સપ્તમ સ્થાનમાં તુલાનો સૂર્ય હોય તો સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું જોઈએ. આમ, રત્નો સમજીને ધારણ કરવામાં આવે તો લગ્નજીવન સુધરી શકે છે.

પારિવારિક સમસ્યાઓ
માતા-પિતા, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ, સંતાનો, કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી વગેરે પારિવારિક સંબંધો છે. પરિવાર સ્થાનમાં રહેલા ગ્રહોમાં જો પાપગ્રહો વધુ પ્રબળ અને તોફાની બને તો પરિવારજનોના સંબંધોમાં તકલીફ ઊભી થાય છે. વૈચારિક મતભેદ અને ત્યારબાદ સંબંધ વિચ્છેદની સંભાવના પણ વધી જાય છે. સ્વગૃહી મંગળ (મેષ કે વશ્ચિક) રાહુ સાથે કે સૂર્ય સાથે દ્વિતીય સ્થાનમાં આવી જાય ત્યારે આવું વિશેષ બને છે. સૂર્ય-મંગળ ભેગા હોય અને અંગારક દોષ કરતા હોય ત્યારે આવું બની શકે છે. આ બંને ગ્રહોમાં જે ગ્રહ નબળો પડતો હોય, ધારો કે વૃશ્ચિકનો મંગળ હોય અને સૂર્ય પણ વૃશ્ચિકનો બનતો હોય તો સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું પડે. આનાથી બગડેલા સંબંધો સુધરશે, પરિવારમાં તમારું વર્ચસ્વ વધશે અને આપના વિચારોનો સ્વીકાર પણ થશે.

આટલું જાણો
ગ્રહોની પ્રાણપ્રતિષ્ઠા કર્યા વિના તેનું ઉત્તમ ફળ મળતું નથી. જે તે ગ્રહનું પ્રતિનિધિ રત્ન ષોડશોપચારે પૂજા કરીને પ્રાણપ્રતિષ્ઠિત કરીને વીંટી અથવા લોકેટમાં જડાવીને ધારણ કરવું જોઈએ. તો જ તેની ધારી અસર જાતક પર થાય છે. આ ષોડશોપચાર વિશે જાણીએ.આસન, પાધ, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર મંત્રપુષ્પાંજલિ સહિત પ્રાર્થના કરવી.

રત્નો દ્વારા વિશિષ્ટ ચિકિત્સા
         માણેક : અજીર્ણ, ઉદરરોગ, રક્તચાપ, સ્મરણશક્તિ, ગેસ, કેન્સરના રોગી માટે ઉપયોગી છે.
         મોતી : ઉન્માદ, અપસ્માર, વાયુવિકાર, પાચનક્રિયા, લોહી, હરસ-મસા, પિત્ત, પથરી, મૂત્રગ્રંથિ, પ્રદાહ, સંગ્રહણીથી પીડાતા લોકો માટે લાભકારક છે.
         પ્રવાલ : હરસ-મસા, ગર્ભપાત થઈ જવો, કફ, ખાંસી, પિત્તાશયના રોગોમાં ઉપયોગી છે.
         પન્ના : ગેસ, પાગલપણું, આધાશીશી, બોલવામાં ખચકાવું, રક્તવ્યાધિ, મૂત્રતા, શ્વાસ સંબંધિત બીમારીઓમાં ફાયદાકારક છે.
         પોખરાજ : હૃદયરોગ, મોની દુર્ગંધ કે રોગ, રક્તસ્ત્રાવ, મંદાગ્નિ, કુષ્ઠરોગ, પાંડુરોગના દર્દીઓ માટે લાભકારી છે.
         હીરો : મંદાગ્નિ, અજીર્ણ, વાયુ, વીર્ય, ગળાના રોગો, જાતીય રોગોમાં લાભદાયક છે.
         નીલમ : તાવ, હેડકી, સંધિવા, શૂળ, યોનિરોગ, ગુદારોગ, નપુંસકતા વગેરેમાં લાભદાયક છે.
         ગોમેદ : કફ, પિત્ત, પાચન, ત્વચારોગ, બુદ્ધિ મંદતા, પથરીનો રોગ વગેરેમાં ફાયદાકારક છે.