નાફેડની નીતિથી ત્રસ્ત સૌરાષ્ટ્રના મીલરોનો મગફળી ખરીદીનો બહિષ્કાર - Sandesh
  • Home
  • Newspaper
  • નાફેડની નીતિથી ત્રસ્ત સૌરાષ્ટ્રના મીલરોનો મગફળી ખરીદીનો બહિષ્કાર

નાફેડની નીતિથી ત્રસ્ત સૌરાષ્ટ્રના મીલરોનો મગફળી ખરીદીનો બહિષ્કાર

 | 12:51 am IST

  • રાજકોટની બેઠકમાં બધા પ્રશ્નો હલ કરવા હૈયાધારણા આપી પણ એકનો ય અમલ ન થયો

રાજકોટ : મગફળી વેચાણમાં નાફેડની દાદાગીરીથી વાજ આવી ગયેલા ઓઈલ મીલરોએ હવે જયાં સુધી વેચાણ પ્રક્રિયામાં ધરખમ સુધારા ન થાય ત્યાં સુધી મગફળી ખરીદીથી દુર રહેવા નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ શાહના જણાવ્યા મુજબ મગફળીના વેચાણને વધારવા માટે નાફેડના અધિકારીઓએ ગત સપ્તાહમાં રાજકોટ ખાતે આવીને મીલરો સાથે બેઠક કરી હતી. એમાં ખરીદી બાબતે થતી મુશ્કેલીઓની વ્યાપક રીતે રજુઆતો થઈ હતી. અને એ વખતે તમામ સમસ્યા હલ થઈ જશે એવી અધિકારીઓએ બાયેંધરી આપી હતી. આમ છતા કઈ જ સુધારો ન થતા મગફળી બાયરો કંટાળી ગયા છે. અને બધાએ બહિષ્કાર કર્યો છે. ગોંડલના મીલર અલ્પેશભાઈ પટોળિયા અને કિશોરભાઈ વીરડીયાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી મીલરો નાફેડની મગફળી ખરીદવાથી દુર રહ્યા છે. મીલરો કહે છે કે ગોડાઉન પર ગોડાઉન કીપર ન હોવાથી માલ ડીલીવરી મોડી મળે છે. અને લેઈટ લીફટીંગના કારણે પેનલ્ટી લગાડવામાં આવે છે. જે અકુદરતી છે. નાફેડનો જ વાંક હોય તો મીલરો શા માટે પેનલ્ટી ચૂકવે ? બીજી વાત એ છે કે અમોને બીલ મોડા મળે છે. અને અમારુ બીડ માન્ય થયા પછી તુરતજ ડીલીવરી ઓર્ડર પણ સમયસર મળતા નથી.