નાયાકાકા મહારાજના મંદિરે ભાદર બીજનો મેળો યોજાયો - Sandesh
  • Home
  • Baroda
  • નાયાકાકા મહારાજના મંદિરે ભાદર બીજનો મેળો યોજાયો

નાયાકાકા મહારાજના મંદિરે ભાદર બીજનો મેળો યોજાયો

 | 2:46 am IST

સમાધિ પર માનતા પુરી કરવા ભક્તો ઊમટયાં

ગુરુવાર સુધી ગ્રામ્ય વિસ્તારના લોકો મેળાની મજા માણશે

। સાધલી ।

શિનોર તાલુકાના પ્રસિદ્ધ શ્રી નાયાકાકા મહારાજ મંદિર, કુકસ ગામે આજે ભાદરબીજના મેળાનો પ્રારંભ થયો છે. સવારના ૫-૦૦ કલાકે આચાર્ય શિવરામદાસજી મહારાજ તથા ભક્તો દ્વારા વારીયજ્ઞા, મહાપૂજા, આરતી પછી શ્રીનાયાજી મહારાજની સમાધી પર માનતા પુરી કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાદરબીજના નામે જગપ્રસિદ્ધ મેળો શિનોર તાલુકાના કુકસ ગામે આજે તા. ૧૧-૯- થી ૧૩-૯ સુધી ચાલશે. શ્રીનાયાજી મહારાજના મંદિર માટે અનેક વિધ ચમત્કારો હાજરાહજુર છે. આશરે ૬૫૦ વર્ષ પુરાનું પૌરાણિક યાત્રાધામ એટલે કુકસ ગામનું શ્રીનાયાજી મહારાજનું મંદિર

આજે ભાદરબીજના દિવસે મોટા ભાગે માનતાઓ પુર્ણ થવાથી હરિભક્તો બાધા છોડવા આવે છે. ત્રણ દિવસના આ મેળામાં લાખો યાત્રાળુઓ માનતા પુરી કરવા, માનતા માનવા અને દર્શનનો લાભ લેવા આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દરેકને માટે આખો દિવસ અન્નક્ષેત્ર ચાલુ રખાય છે.  ચાલુ વર્ષે વરસાદે વિરામ લેતા આજે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા છે. સુરત, ભરૃચ, મેવાસ, કચ્છ, સાબરકાંઠા, ખંભાત તથા કચ્છ સહિત કાનમ પ્રદેશમાંથી દર્શનાર્થીઓ આવ્યા છે. આજે સાંજે શ્રી નાયાજી મહારાજની રંગબેરંગી રંગોળીના દર્શન સહિત ૫૦૧ દિવાની આરતી રોશનીમાં લોકો ઘોડાપુરની જેમ ઉમટયા હતા. મંદિર દ્વારા યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. પંચાયત દ્વારા ગામની સાફ સફાઇ કરાવી દુકાનો  અને યાત્રાળુઓની સગવડ માટે કાર્યવાહી કરેલ છે. આરોગ્ય તંત્ર દ્વારા પાણીમાં ક્લોરીનેશન, દવા છંટકાવ સાથે આરોગ્યની સેવા માટે સબસેન્ટર પર સ્ટોલ ઊભા કરેલ છે.

શિનોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. અજયભાઇ ગઢવી તથા સેકન્ડ પોસઇ એ.કે. રાઉલજી તથા પોલીસ દ્વારા ટ્રાફિકની ર્પાિંકગની અલાયદી વ્યવસ્થા ગોઠવી, કાયદો વ્યવસ્થા જાળવેલ છે. મંદિરના આચાર્ય શિવરામદાસજી મહારાજે તમામ દર્શનાર્થીઓને સદા સુખીયા રહેવાના આર્શીવાદ પાઠવ્યા હતા.

;