ના ખંજર સે ડરતા હૂં ના તલવાર સે : એકનાથ ખડસે - Sandesh
  • Home
  • Mumbai
  • ના ખંજર સે ડરતા હૂં ના તલવાર સે : એકનાથ ખડસે

ના ખંજર સે ડરતા હૂં ના તલવાર સે : એકનાથ ખડસે

 | 3:27 am IST

મુંબઇ, તા. ૨૨

ચાળીસ વર્ષના રાજકીય જીવનમાં મારા પર એક પણ આક્ષેપ થયો નથી. હવે અચાનક દાઉદ સાથે સંબંધથી લઇ ૧૦ હજાર એકર જમીન બાબતે વિવિધ આરોપ મુકાયા, પરંતું આરોપકર્તાએ એક પણ પુરાવો આપ્યો નથી. માત્ર આક્ષેપને કારણે મારે મંત્રીપદેથી રાજીનામું આપવું પડયું. રાજકીય જીવનમાં આનાથી મોટું દુર્ભાગ્ય બીજું નથી. પહેલી વાર વિધાનસભ્યો બન્યો ત્યારે પણ વિધાનસભામાં કયારેય ચોથી હરોળમાં બેસવાનો વારો આવ્યો નહોતો. તે હવે આવ્યો એનું દુઃખ નહીં પરંતુ ખેદ છે એવા શબ્દોમાં ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસેએ મનનો આક્રોશ વ્યકત કર્યો હતો અને પછી માત્ર આ નાથાભાઉ કોઇથી ડરતો નથી. મૈં ન તલવાર સે ડરતા હૂં ના ખંજર સે. આ બધામાંથી પૂર્ણ રીતે બહાર નહીં આવું ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું હતું.  

વિરોધપક્ષ વતી વિધાનસભામાં મંત્રીઓના ભ્રષ્ટાચાર અંગે ચર્ચાનો પ્રસ્તાવ રજૂ કરાયો ત્યારે ચર્ચામાં ભાગ લેતા એકનાથ ખડસેએ ઉપરોક્ત શબ્દો કહ્યા હતા અને તેમનો મનનો ઊભરો ઠાલવ્યો હતો.  

ખાસ તો ક્યાં અને કોની સાથે બોલવું એની મૂંઝવણ હતી. આજે તમારા કારણે મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ સાધી શકાયો એમ કહી તેમણે વિપક્ષનો આભાર પણ માન્યો હતો.

જિસકો દુનિયા ઢૂંઢ રહી થી વો નાથાભાઉ કો ઢૂંઢ રહા થા

લોકોએ કયારેક દાઉદ સાથે સંબંધ તો કયારેક દાઉદની પત્ની સાથે વાતચીતના આરોપ મૂક્યા. જિસકો દુનિયા ઢૂંઢ રહી થી વો નાથાભાઉ કો ઢૂંઢ રહા થાએવું મને દાઉદ સાથે સંબંધના આરોપ બાબતે લાગ્યું. માત્ર એક વાત ગાંઠે બાંધી લેજો. આ નાથાભાઉ દેશદ્રોહીઓ સાથે સંબંધ રાખવાનું સ્વપ્નમાં પણ વિચાર શકતો નથી, એમ ખડસેએ ં પોતાના પર થયેલા આક્ષેપોનો વિધાનસભામાં જવાબ આપતાં જણાવ્યું હતું.