ના જોઈએ KFCનો ચટકો, ચીનના લોકોએ એપલને પણ આપ્યો ઝટકો - Sandesh
  • Home
  • World
  • ના જોઈએ KFCનો ચટકો, ચીનના લોકોએ એપલને પણ આપ્યો ઝટકો

ના જોઈએ KFCનો ચટકો, ચીનના લોકોએ એપલને પણ આપ્યો ઝટકો

 | 1:28 pm IST

દક્ષિણ ચીન સાગર મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચેના વિવાદ પર આંતરરાષ્ટ્રીય અદાલતે પડદો પાડી દીધો છે પરંતુ ચીને આ ચુકાદાને ગ્રાહ્ય રાખવાનો ઈનકાર કર્યો છે. બીજીબાજુ કેટલાક સ્થાનિક ચીનના રાષ્ટ્રવાદીઓ આ મુદ્દે લોકોને ભડકાવી રહ્યાં છે. રાષ્ટ્રવાદીઓ અમેરિકી ચીજોના બહિષ્કાર કરવા લોકોને આહવાન કરી રહ્યાં છે. આ કારણે કેએફસી તથા એપલને વેઠવાના દિવસો આવ્યા છે.

રાષ્ટ્રવાદીઓ કેએફસીના બહિષ્કાર કરવા ઉશ્કેરણી કરી રહ્યાં છે. અમેરિકાએ દક્ષિણ ચીન સાગર અંગે દાવો રજૂ કરવા ફિલિપાઈન્સને ચઢવણી કરી હોવાને અમેરિકા પર આક્ષેપ મુકતાં ચીનના લોકોમાં અમેરિકી કંપનીઓ પ્રત્યે રોષ ભડકી ઉઠ્યો છે. જ્યારે એપલની સ્થિતિ પણ આવી છે. સોશિયલ મીડિયામાં વહેતાં થયેલા ફોટાઓમાં ચીનના યુવકો એપલના મોબાઈલ ફોન ફેંકી દેતા દેખાય છે.

ચીનની પ્રજા આશાવાદી અને હકારાત્મક છે તેટલી જ રાષ્ટ્રવાદી તથા દેશભકત છે, એમ કહે છે રિસર્ચ ફર્મ ચાઈના માર્કેટ રિસર્ચના જેમ્સ રોય. તેઓ વધુમાં કહે છે કે કેએફસી અને એપલ અમેરિકા સાથે બારીકાઈથી સંકળાયેલા છે. લોકો વિરોધ વ્યકત કરવાં આવી નજીકની ચીજો જ પસંદ કરે છે.

જાપાનને પણ ચીનમાં 2012માં આવી જ સ્થિતિનો સામનો કરવો પડયો હતો.. ચીન અને જાપાન વચ્ચે પૂર્વ ચીન સાગરમાં કેટલાક નિર્જન ટાપુઓ પર દાવા અંગે વિવાદ સર્જાયો હતો. તે સમયે ચીનમાં જાપાનના વાહનોના વેચાણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.