નિફ્ટીએ પ્રથમવાર 18,000 પોઇન્ટની સપાટી કુદાવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નિફ્ટીએ પ્રથમવાર 18,000 પોઇન્ટની સપાટી કુદાવી

નિફ્ટીએ પ્રથમવાર 18,000 પોઇન્ટની સપાટી કુદાવી

 | 5:45 am IST
  • Share

  • TCSની આગેવાનીમાં IT શેર્સમાં ભારે વેચવાલી નોંધાઈ,  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 2720ની ટોચ બનાવી પાછો પડયો

  • સેન્સેક્સ 60,100ની ટોપ બનાવી બંધ રહ્યો, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સમાં ભારે લેવાલી

  • બજાર બંધ થતાં અગાઉ જોવા મળેલી વેચવાલી પાછળ તે 0.70 ટકા ઘટાડા સાથે રૂ. 2652.65ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં પણ તેજી જળવાઇ રહી હતી. જો કે બેતરફી કામકાજ જોવા મળ્યા હતાં. સોમવારે નિફ્ટી પ્રથમવાર 18,000ઔપોઇન્ટના આંકડાને પાર કરી ગઈ હતી અને છેલ્લે પ્રથમવાર 17,900ની ઉપર બંધ રહી હતી. સક્સેક્સ પણ 60,000 પોઇન્ટની ઉપર ખૂલી 60,100ની ટોપ બનાવી બંધ રહ્યો હતો. જો કે તે પછી મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ શેરોમાં ભારે લેવાલી વચ્ચે નિફ્ટી ઇન્ડેક્સ 18,000 પોઇન્ટની ઉપર જતો રહ્યો હતો. દિવસના અંતે નિફ્ટી 50.75 પોઇન્ટના વધારા સાથે  17,945.95 ઉપર બંધ રહ્યો હતો. બીજી તરફ સેન્સેક્સ 60,000 પોઇન્ટની ઉપર ખુલી, શરૂઆતમાં નીચામાં 59,811.42 થઇ ત્યાંથી ઊંચકાયો હતો અને 417 પોઇન્ટ ઉછળીને ઉપરમાં 60,476.13 થઇ ગયો હતો. જો કે પછી નફારૂપી વેચવાલીથી પાછો પડીને છેલ્લે 76.72 પોઇન્ટ વધી 60,135.78 બંધ નોંયો હતો. દેશમાં અગ્રણી ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજી ટીસીએસની આગેવાનીમાં આઈટી કાઉન્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટીસીએસે ગયા શુક્રવારે તેનું પરિણામ જાહેર કર્યાંની પ્રતિક્રિયામાં આજે કંપનીનો શેર 6.35 ટકા ગગડીને બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3935.65ના બંધ ભાવ સામે રૂ. 250.05ના ઘટાડે રૂ. 3685.60ના સ્તરે બંધ રહ્યો હતો. આઈટી લીડરના ભાવમાં કડાકા પાછળ મિડ-કેપ આઈટી કંપનીઓના શેર્સમાં વેચવાલી નીકળી હતી. જેમાં કોફેર્જ 5 ટકા, એમ્ફ્ેસિસ 4.4 ટકા, માઈન્ડટ્રી 4 ટકા, ટેક મહિન્દ્રા 2.8 ટકા, ઈન્ફેસિસ 1.91 ટકા, એલએન્ડટી ઈન્ફેટેક 1.75 ટકા અને એચસીએલ ટેક્નોલોજીમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.36 ટકા ગગડી 35,179.95ના સ્તરે બંધ રહ્યો હતો.  શેરબજારમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર નવા સપ્તાહની શરૂઆતમાં રૂ. 2720ની ટોચ બનાવી પાછો પડયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 2671.25ના બંધ સે રૂ. 2701.40ના સ્તરે ગેપ-અપ ઓપનિંગ દર્શાવી વધુ સુધર્યો હતો. જોકે બજાર બંધ થતાં અગાઉ જોવા મળેલી વેચવાલી પાછળ તે 0.70 ટકા ઘટાડા સાથે રૂ. 2652.65ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16.81 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીએ સપ્તાહાંતે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે બે મોટી ખરીદીની જાહેરાત કરી હતી. જેની પાછળ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી હતી. .

મિનિટોમાં જ ટીસીએસનું માર્કેટ કેપ 1 લાખ કરોડ ઘટી ગયું

સોમવારે આઈટી શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી અને તેની આગેવાની ટીસીએસે લીધી હતી. મિનિટોમાં જ ટીસીએસનું માર્કેટ કેપ 1 લાખ કરોડ જેટલું ગગડી ગયું હતું. શુક્રવારે ટીસીએસનું માર્કેટ કેપ 14.55 લાખ કરોડનું હતું, સોમવારે તેના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાતા માર્કેટ કેપ ઘટીને 13.62 લાખ કરોડ પર આવી ગયું હતું. રોકાણકારોને મિનિટોમાં જ સંપત્તિમાં ઘોવાણ જોવા મળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો