નિષ્કલંક મહાદેવજીના દર્શન કરી આજે ભાવિકો ધન્યતા અનુભવશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • નિષ્કલંક મહાદેવજીના દર્શન કરી આજે ભાવિકો ધન્યતા અનુભવશે

નિષ્કલંક મહાદેવજીના દર્શન કરી આજે ભાવિકો ધન્યતા અનુભવશે

 | 1:41 am IST

ા ભાવનગર ા

રવિવારે ભાદરવી અમાસના રોજ ભાવનગરથી ૨૩ કિલોમીટર દૂર કોળિયાક ખાતે ખંભાતના અખાતમાં બિરાજતા ભગવાન નિષ્કલંક મહાદેવજીના દર્શન અને પવિત્ર સમુદ્રી સ્નાનનું મહાત્મ્ય હોઈ દૂરદૂરથી ભાવિકો ઉમટે છે.

ભગવાન નિષ્કલંક મહાદેવના સાન્નિધ્યમાં પ્રતિ વર્ષ ભાદરવી અમાસે જે પરંપરાગત રીતે મેળો ભરાય છે ત્યારે આ પવિત્ર સ્થાન સાથે પૌરાણિક કથા વણાયેલી છે. મહાભારત કાળમાં કુરૃક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું તે સમયની વાત છે. પાંડવોને યુદ્ધમાં વિજય મળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવી બિરાજમાન થયા અને સમય આવતા પ્રભાસ ક્ષેત્રમાં આવી પોતે પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન હતા. બરાબર એ વખતે ભીલના બાણથી ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ ગયા. તેઓના સ્વધામ જવાથી પાંચ પાંડવ અને સતી દ્રૌપદી શોકમગ્ન રહેવા લાગ્યા. આથી તેઓ શોકમુક્ત થવા યાત્રાએ નિકળ્યા. યાત્રા દરમિયાન ફરતા ફરતા માર્કંડ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિએ તેઓનો આદર સત્કાર કર્યો અને ક્ષેમકુશળ પૂછયા.ધર્મરાજા યુધિષ્ઠિરે સર્વ વૃતાંત કહ્યું અને મોક્ષનો સરળ માર્ગ બતાવવા કહ્યું. ત્યારે ઋષિએ તેઓને હિમાલયમાં જઈ બદ્રી ક્ષેત્રમાં શિવજીની આરાધના કરવા જણાવ્યું. તે પ્રમાણે તેઓએ તપ કર્યું કઠોર તપ પછી ભોળાનાથ પ્રસન્ન થયા અને આકાશવાણી થઈ. આકાશવાણી પ્રમાણે ‘હે પાંડવ, તમે ગંગા કિનારે જાવ, ત્યાં પહોંચો ત્યારે ત્યાં શ્યામ રંગની ધ્વજાવાળી નૌકા પડી હશે. તે નૌકામાં બેસી જઈને સમુદ્રી યાત્રા કરજો. જ્યાં શ્યામ રંગની ધ્વજા સફેદ થઈ જાય ત્યાં તમે મારું આરાધન કરજો. જેથી તમારા જન્મોજનમના પાપ ધોવાઈ જશે. ત્યારે દર્શન આપીશ.’ આ આકાશવાણી પ્રમાણે પાંડવોએ યાત્રાનો પ્રારંભ કર્યો અ;ે કોળિયાકના સમુદ્રકિનારાથી બે કિમી અંદર નૌકા ઉભી રહી. પાંચેય પાંડવ અને સતી દ્રૌપદી આર્તનાદથી મહાદેવજીની સ્તુતિ કરવા લાગ્યા. અંતરયામી ભગવાન કૈલાસપતિ પ્રસન્ન થયા. ભગવાન સદાશિવના દર્શન કરી પાંડવોએ ષોડષોપચારથી પૂજન અર્ચન કર્યું. પાંડવો અહીં કલંકથી મુક્ત થયા હોઈ તેઓ ભગવાન નિષ્કલંક કહેવાયા.

;