નેત્રંગ - વાલિયામાં મગ - અડદનો પાક સસ્તા ભાવે વેચવાનો વારો - Sandesh
  • Home
  • Baroda
  • નેત્રંગ – વાલિયામાં મગ – અડદનો પાક સસ્તા ભાવે વેચવાનો વારો

નેત્રંગ – વાલિયામાં મગ – અડદનો પાક સસ્તા ભાવે વેચવાનો વારો

 | 3:52 am IST

સરકારે ખરીદીની જાહેરાત બાદ કોઇ કાર્યવાહી ન કરી

ખેડૂતોને હાલ રૃ. ૧૦૦૦ થી ૧૫૦૦ ઓછા ભાવે વેચવાનો વારો

। નેત્રંગ ।

રાજ્ય સરકારે નેત્રંગ – વાલિયા કેન્દ્રો પર સરકારે મગ – અડદની ખરીદી કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ ખરીદી ક્યારે અને કોણ કરશે તે હજી સ્પષ્ટ થયું નથી. આથી ગરીબો ખેડૂતોની હાલમાં ટેકાના ભાવ કરતા રૃ. ૧૦૦૦ થી ૧૫૦૦ ની ક્વિન્ટલે ખોટથી વેપારીને વેચી રહ્યા છે.

વાલિયા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના હોદ્દેદારોએ સરકાર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે, રાજ્ય સરકારે નેત્રંગ – વાલીયા તાલુકામાં મગ અને અડદની ખેતી કરતા ખેડૂતોના તૈયાર પાકની ખરીદી ટેકાના રજીસ્ટ્રેશન કરીને ખરીદી કરવા જાહેરાત કરાઇ છે. પરંતુ આજે પણ સરકારે ખરીદી શરૃ નહી કરતા ગરીબ ખેડૂતો પરેશાન થઇ ગયા છે.

ગરીબ ખેડૂતોને રૃપિયાની ખાસ જરૃરિયાત હોવાથી તેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. રાજ્ય સરકારે મગનો ટેકાના ભાવ ક્વિન્ટલના રૃા. ૬૯૭૫ જાહેર કરવામાં આવ્યો છે. જેની જગ્યાએ ખાનગી વેપારીઓ રૃપિયા ૫૫૦૦ આપી રહ્યા છે. અડદનો ટેકાનો ભાવ રૃા. ૫૬૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી વેપારીઓ ૪૪૦૦ રૃપિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે.

હાલમાં નેત્રંગ – વાલિયા પંથકમાં કપાસનું ઉત્પાદનમાં વધુ હોઇ સીસીઆઇ ટેકાના ભાવે કપાસ ખરીદી શરૃ કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

;