નેશનલ ફૂડ સિકયુરિટીમાં ગરીબોનું અનાજ બારોબાર - Sandesh
  • Home
  • Rajkot
  • નેશનલ ફૂડ સિકયુરિટીમાં ગરીબોનું અનાજ બારોબાર

નેશનલ ફૂડ સિકયુરિટીમાં ગરીબોનું અનાજ બારોબાર

 | 1:24 am IST

  • બે પરવાનેદારને ત્યાં ચેકિંગ, રૃ.૮૮૪૩૯નો માલ સ્થગિત 

રાજકોટ : નેશનલ ફુડ સિક્યુરીટી એકટ હેઠળ ગરીબોને ફાળવાતું અનાજ બારોબાર કરી દેવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે પુરવઠા તંત્ર સફાળું જાગ્યું હતું અને બે સ્થળે ચકાસણી કરીને રૃ.૮૮૪૩૯નો માલ સ્થગીત કર્યો હતો. ગાંધીગ્રામમાં દુકાન ચલાવતા પરવાનેદાર મનીષાબેન એમ. પતિરા સામે ચકાસણી કરતા ત્યાં ૭૮૫ લિટર કેરોસિન, ૨૫૬ કિલો ઘઉં, ૨૧૪ કિલો ચોખા કિંમત રૃ.૨૦૫૮૧નો હિસાબો બરાબર નહિ જણાતા સિઝ કરાયો હતો. હનુમાનમઢી ચોક પાસે દૂકાન ચલાવતા પરવાનેદાર હસમુખ નાનજી રાણાને ત્યાં ચકાસણી કરવામાં આવતા ૨૯૬૦ લિટર કેરોસિન, ૭૧૫૦ કિલો ઘઉં, ૮૭૫ કિલો ચોખા, ૩૫૦ કિલો ખાંડ કિંમત રૃ.૬૭૮૭૫ના હિસાબો અને હાજર જથ્થામાં વધ-ઘટ જણાતા સિઝ કરવામાં આવ્યા હતા. આવા અન્ય દુકાનદારો પણ હોવાની ફરિયાદો ઉઠી છે. એન.એફ.એસ.એ.માં આવતો વધારાનો જથ્થો બારોબાર કરી દેવામાં આવે છે. અગાઉ ઘઉંનો જથ્થો બારોબાર કરવામાં ઝડપાયેલ ઈસમ જ આ વધારાનો જથ્થો એકત્ર કરીને કાળાબજારમાં ઘકેલતો હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લા તંત્ર દ્વારા આવા ઈસમો દ્વારા છીનવાતું ગરીબોનું અનાજ બચાવવા સઘન ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.