નેહા શર્મા 'આફત એ ઈશ્ક' સાથે ઓટીટી પર પરત ફરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • નેહા શર્મા ‘આફત એ ઈશ્ક’ સાથે ઓટીટી પર પરત ફરશે

નેહા શર્મા ‘આફત એ ઈશ્ક’ સાથે ઓટીટી પર પરત ફરશે

 | 3:00 am IST
  • Share

છેલ્લા ઘણા સમયથી નેહા શર્મા ઓટીટી પરથી ગાયબ થઈ ગઈ હતી. તેના ફેન્સને તેની ગેરહાજરી અકળાવતી હતી. ઈઙ્મઙ્મીખ્તટ્વઙ્મ જેવી હિટ વેબ સીરિઝમાં દેખાયા પછી તેના ચાહકો તેને ઓટીટીના પડદે વધુ સમય જોવા માટે આતુર હતા. અને હવે લાગે છે તેમની એ આશા ફળવા જઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે નેહા હંગેરિયન ફિલ્મ લિઝા – ધ ફોક્સ ફેરીના ભારતીય સંસ્કરણ આફત એ ઈશ્કમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ તેના પ્રીમિયરની પૂરી તૈયારીઓ કરી લીધી છે. ઈન્દ્રજિત નટ્ટોજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 29 ઓક્ટોબરે એક ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. તેમાં નેહાની સાથે દીપક ડોબરિયાલ, અમિત સિયાલ, નમિત દાસ અને ઈલા અરુણ પણ છે. નેહા તેમાં લલ્લોનું પાત્ર ભજવી રહી છે જે સાચા પ્રેમની શોધમાં છે. આ એક ડાર્ક ડ્રામા ફિલ્મ છે જેમાં લલ્લોનું પાત્ર અનેક લોકોનાં મોત પછી સ્વયંને મુખ્ય સંદિગ્ધ તરીકે જુએ છે. તેને એક શાપ અપાયેલો છે જે તેની આજુબાજુનું બધું ખતમ કરી દેવાની ધમકી આપતો રહે છે. સૂત્રોના મતે ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને રસપ્રદ પ્લોટ છે જેના કારણે દર્શકો તેને જોવાનું ચોક્કસ પસંદ કરશે. મૂળ હંગેરિયન ફિલ્મ લિઝા – ધ ફોક્સ ફેરી બોક્સઓફિસ પર ઘણી સફળ રહી હતી અને ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મથી લઈને બીજા પણ અનેક એવોર્ડ જીતી ચૂકી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો