નોકરીના બહાને એન્જિનિયર સાથે રૂ. ૧ લાખની ઠગાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નોકરીના બહાને એન્જિનિયર સાથે રૂ. ૧ લાખની ઠગાઈ

નોકરીના બહાને એન્જિનિયર સાથે રૂ. ૧ લાખની ઠગાઈ

 | 3:04 am IST

ા વડોદરા ા

શહેરના કલાલી વિસ્તારમાં રહેતાં ઓટો મોબાઈલ એન્જિનિયરને નોકરી અપાવાની લાલચે રૂ. ૧ લાખ પડાવી લેનારા ભેજાબાજો સામે સાયબર ક્રાઈમ સેલે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.   કલાલી આસોપાલવ કલબ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ પરિખ બી ટેક ઓટોમોબાઈલ થયેલા છે. તેઓ નોકરીની તલાશમાં હતા વિવિધ ઓન લાઈન સાઈટ ઉપર બાયોડેટા મુકયો હતો. થોડાક સમય પૂર્વે આરતી શર્મા નામની યુવતીનો ફોન આવ્યો હતો અને નોકરી મળી ગઈ છે.

તમારે જરુરી ચાર્જીસ ચુકવવાના રહેશે, આમ જુદા જુદા કારણો આપીને તબક્કાવાર રીતે રૂ. ૧ લાખ પડાવી લીધા હતા અને પછી ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આરોપી તરીકે આરતી શર્મા તથા સાગરીત નીખીલ સીંગ ઉપરાંત અન્ય ત્રણ એકાઉન્ટ હોલ્ડરો સામે સાયબર ક્રાઈમ સેલે આઈ.ટી. એકટ હેઠળ એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;