નોકિયા બે સ્માર્ટફોન સાથે વાપસી કરવા તૈયાર - Sandesh
  • Home
  • Technology
  • નોકિયા બે સ્માર્ટફોન સાથે વાપસી કરવા તૈયાર

નોકિયા બે સ્માર્ટફોન સાથે વાપસી કરવા તૈયાર

 | 12:12 pm IST

દૂરસંચાર ક્ષેત્રની મોટી કંપનીઓમાંથી એક ફિનલેન્ડની કંપની નોકિયા સ્માર્ટફોન સાથે બજારમાં વાપસી કરવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ કંપની વર્ષના અંત સુધીમાં બે નવા એન્ડ્રોયડ 7.0 પ્રોસેસર સાથે બજારમાં આવવાની તૈયારીમાં છે.

ધ ઈન્કવાયરરની ખબર પ્રમાણે, બે એવા ડિવાઈસ છે જેમનું અત્યાર સુધીમાં નામકરણ કરવામાં આવ્યું નથી. આ મોબાઈલ પર સેમસંગ ગેલેક્સી S7ની જેમ પાણીનો પ્રભાવ પડશે નહી.

રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોન 5.2 ઈંચ અને 5.5 ઈંચની ક્યુએચડી સ્ક્રિન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર અને નવી ટેકનોલોજીથી સજ્જ કેમેરા સાથે માર્કેટમાં આવી રહ્યાં છે. સંકેત તો એવા પણ મળ્યા છે કે, આ ફોન 3ડી ટચ જેવી ટેકનોલોજીથી લેસ હશે.

બજારમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલ આ કંપનીએ મે મહિનામાં કહ્યું હતું કે, તેને ફિનલેન્ડ સ્થિત એચએમડીને નોકિયા બ્રાન્ડ નામથી મોબાઈલ ફોન અને ટેબલેટ બનાવવા માટે લાયસન્સ આપ્યું છે.

બે વર્ષ પહેલા માઈક્રોસોફ્ટે નોકિયાના ફોનના વ્યવસાયને 7.2 અરબ ડોલરમાં ખરીદી લીધો હતો. માઈક્રોસોફ્ટે પાછલા વર્ષે પોતાના ફોનના પ્રયત્નોમાં 7800 નોકરીઓમાં ઘટાડો કર્યો છે અને 7.6 અરબ ડોલર ખર્ચ કર્યા છે.

માઈક્રોસોફ્ટની લૂમિયા અને વિંડોજ ફોનની રણનીતિ નિષ્ફળ થઈ ગઈ હતી કેમ કે, બંને ડિવાઈસનું બજારમાં વેચાણ અને બજારમાં ભાગીદારી ઘણી ઓછી થઈ ગઈ છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, નોકિયા વિંડોજ ફોન સાથે સફળ ના થઈ શકી જેના કારણે મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની બીજી યોજના પર કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન