નોન ક્રિમિલેયરની મર્યાદા ૬ લાખ કરવામાં આવશે - Sandesh
  • Home
  • Mumbai
  • નોન ક્રિમિલેયરની મર્યાદા ૬ લાખ કરવામાં આવશે

નોન ક્રિમિલેયરની મર્યાદા ૬ લાખ કરવામાં આવશે

 | 3:14 am IST

મુંબઈ, તા.૨૧  

શૈક્ષણિક પ્રવેશ માટે અથર બેકવર્ડ ક્લાસના વિદ્યાર્થીઓને નોન ક્રિમિલેયર માટેની આવક મર્યાદા અધિવેશન પૂરું થાય તે પૂર્વે ચાર લાખથી છ લાખ કરવામાં આવશે. તેમ જ જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી તેવા વિદ્યાર્થીઓને આવતા વર્ષમાં એડમિશન આપવામાં આવશે, એવી સૂચના સંબંધિત યુનિવર્સિટીઓને આપવામાં આવી છે, એમ સામાજિક ન્યાય અને વિશેષ સહાયક પ્રધાન રાજકુમાર બડોલેએ આજે વિધાનસભામાં આવી હતી. વિધાનસભામાં અનૂસૂચિત જાતિ, વિમુક્ત જાતિ, ભટકતિ જમાતિ, અથર બેકવર્ડ ક્લાસના વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ આપવામાં આવતી સ્કોલરશીપ તેમ જ શિક્ષણ ફી અને પરીક્ષા ફીની યોજના સંદર્ભે ધ્યાનાકર્ષક પ્રસ્તાવ એકનાથ ખડસે, જીતેન્દ્ર આહવાડે માંડયો હતો. જેનો જવાબ આપતા બડોલેએ ઉક્ત માહિતી આપી હતી. બડોલેએ જણાવ્યું હતું કે ૨૦૧૫-૧૬ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા અનૂસિચિત જાતિ, વિમુક્ત જાતિ તેમ જ ભટકતી જમાતિ અને અથર બેકવર્ડ ક્લાસ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને ટેક્નોલોજીકલ અડચણને કારણે શૈક્ષણિક શુલ્ક આપવો શક્ય બન્યો નહોતો. જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી એવા વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં પ્રવેશ આપવામાં આવે એ માટેની સૂચના સબંધિત યુનિવર્સિટીઓને આપવામાંઔઆવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન