નોર્થ કોરિયાએ ૩ બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતા સનસનાટી - Sandesh
  • Home
  • World
  • નોર્થ કોરિયાએ ૩ બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતા સનસનાટી

નોર્થ કોરિયાએ ૩ બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતા સનસનાટી

 | 3:56 am IST

સેઉલ :

નોર્થ કોરિયાએ તેનાં પૂર્વ કાંઠેથી ૩ બેલેસ્ટિક મિસાઈલ્સ છોડતા ફરી એકવાર આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ મિસાઈલ્સની રેન્જ ૫૦૦થી ૬૦૦ કિ.મી.ની છે. સાઉથ કોરિયાએ આનો વિરોધ કર્યો છે અને એવી ચિંતા દર્શાવી છે કે આ મિસાઈલ્સથી અમારા તમામ શહેરો તેની રેન્જમાં આવી ગયા છે. અમેરિકાએ કહ્યું હતું કે નોર્થ કોરિયાની આ મિસાઈલ્સમાં બે સ્કડ મિસાઈલ્સ છે અને એક રોડોંગ મિસાઈલ્સ છે. નોર્થ કોરિયાની ધમકીઓ પછી અમેરિકા અને સાઉથ કોરિયાએ ત્યાં એન્ટિ મિસાઈલ્સ સિસ્ટમ ગોઠવવા જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં ઉત્તર કોરિયાએ ફરી ૩ મિસાઈલ્સ છોડયા હોવાનું મનાય છે. નોર્થ કોરિયા મિસાઈલ્સ છોડીને લોકોને તેની ક્ષમતા દર્શાવવા માગે છે તેવું જણાય છે.