ન્યારી છલકાયા પછી હવે આજી-૧ ૫ણ ઓવરફ્લો થવાની તૈયારીમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • ન્યારી છલકાયા પછી હવે આજી-૧ ૫ણ ઓવરફ્લો થવાની તૈયારીમાં

ન્યારી છલકાયા પછી હવે આજી-૧ ૫ણ ઓવરફ્લો થવાની તૈયારીમાં

 | 7:40 am IST
 • Share

 • રાજકોટને જળજથ્થો આપતા જળાશયોમાં નવા નીર
 • આજી-૧માં ૭. ૬૫ ફૂટ અને ભાદરમાં ૬.૧૦ ફૂટનો વધારો, ન્યારી છલોછલ
 • રાજકોટઃ રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થયેલ છે.
  મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૯ ફ્ૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફ્ૂટે પહોંચી છે. જ્યારે ૨૫ ફ્ૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર ૨૫ ફ્ૂટે પહોંચેલ છે. આ ઉપરાંત ૩૪ ફ્ૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફ્ૂટે પહોંચી છે.
  આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફ્ૂટનો વધારો. ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફેતનો વધારો અનેર ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફ્ૂટનો વધારો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન