ન્યુરો, ર્કાિડઆક અને નેફ્રોલોજી જેવા રોગના ડિપાર્ટમેન્ટ જ નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ન્યુરો, ર્કાિડઆક અને નેફ્રોલોજી જેવા રોગના ડિપાર્ટમેન્ટ જ નથી

ન્યુરો, ર્કાિડઆક અને નેફ્રોલોજી જેવા રોગના ડિપાર્ટમેન્ટ જ નથી

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના રોગોના ડિપાર્ટમેન્ટ જ મોજુદ નથી. અહીં ચાર જિલ્લામાંથી દર્દીઓ આવતા હોય છે પરંતુ ન્યુરો સર્જરી, ર્કાિડઓલોજી અને નેફ્રોલોજી જેવા રોગની સારવાર માટેના ડિપાર્ટમેન્ટ જ મોજુદ નથી.

કોરોના (કોવિડ-૧૯)નું સંક્રમણ ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યું છે અને આ વકરતા જતા રોગને ડામવાની ચિંતા સાથે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને ભાવનગર આવી રહ્યા છે પરંતુ એવા કેટલાક ગંભીર રોગો પણ છે જેની સારવાર ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લોકોને નસીબ થતી નથી.

ભાવનગર રાજ્યમાં જ્યારે તખ્તસિંહજીનું શાસન હતું ત્યારે તેઓએ એ સમયનું અત્યાધુનિક કહી શકાય તેવી લોકોની જરૃરિયાતને અનુુલક્ષીને સર ટી. હોસ્પિટલની ઈમારતનું નિર્માણ કરાવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયમાં તો દેશની શ્રેષ્ઠ ગણાતી મુંબઈ હોસ્પિટલમાં જ થઈ શકે તેવા ઓપરેશન ભાવનગરમાં થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. પરિણામે દર્દીઓને ઘર આંગણે શ્રેષ્ઠ સારવાર મળી શકતી નથી.

આવી આ હોસ્પિટલમાં આજની તારીખે ભાવનગર શહેર ઉપરાંત, જિલ્લામાંથી, બોટાદ તથા અમરેલી અને છેક ગિર સોમનાથ જિલ્લામાંથી સારવાર લેવા માટે લોકો આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, હોસ્પિટલમાં નેફ્રોલોજી, ર્કાિડઓલોજી અને ન્યુરો લોજીના ડિપાર્ટમેન્ટ જ મોજુદ નથી. પરિણામ લોકોને ક્રીટિકલ કન્ડીશનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વર્ષોથી આ સ્થિતિ છે છતાં પણ ભાવનગરના નેતાઓએ ક્યારેય સરકાર સુધી લોકોની તકલીફનો અવાજ પહોંચાડયો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;