પંચમહાલ એબીવીપી સંગઠન દ્વારા સુરતમાં પોલીસ દમનના વિરોધમાં આવેદન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચમહાલ એબીવીપી સંગઠન દ્વારા સુરતમાં પોલીસ દમનના વિરોધમાં આવેદન

પંચમહાલ એબીવીપી સંગઠન દ્વારા સુરતમાં પોલીસ દમનના વિરોધમાં આવેદન

 | 2:31 am IST

ગોધરા  ઃ સુરતની વીર નર્મદ યુનિ.માં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરાયેલી વર્તુણકના વિરોધમાં પંચમહાલ એબીવીપી સંગઠન દ્વારા કલકેટર કચેરી ખાતે આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા સુરતની ફગ્દજીય્ેં માં ગરબાનાં સાંસ્કૃતિક પર્વના કાર્યક્રમમાં ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જે વર્તુણક કરવામાં આવી હતી જેમાં છમ્ફઁ ના ૫ કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેના વિરોધમાં મંગળવારે પંચમહાલ જિલ્લા કલેકટરને એબીવીપી પંચમહાલ પાંખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એબીવીપી સંઘઠનના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલકેટર કચેરી ખાતે પહોંચી પોતાની માંગણીઓ રજૂઆત કરતું આવેદનપત્ર કલેકટર કચેરીના સંલગ્ન અધિકારીને આપ્યુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;