પંચમહાલ જિલ્લાનાં ૨૦૦ ગામોમાં આપેલા લક્ષ્યાંક પૈકીના ૭૦.૮૯ ટકાને રસી અપાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચમહાલ જિલ્લાનાં ૨૦૦ ગામોમાં આપેલા લક્ષ્યાંક પૈકીના ૭૦.૮૯ ટકાને રસી અપાઈ

પંચમહાલ જિલ્લાનાં ૨૦૦ ગામોમાં આપેલા લક્ષ્યાંક પૈકીના ૭૦.૮૯ ટકાને રસી અપાઈ

 | 2:59 am IST

દરેક તાલુકાઓમાં ૨૨૫ જેટલા રાત્રિ વેક્સિનેશન સેશનનું આયોજન

ા ગોધરા ા

પંચમહાલ જિલ્લાના ૨૦૦ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. જિલ્લામાં લક્ષ્યાંક પૈકીના ૭૦.૮૯ ટકાને રસી અપાઈ ચુકી છે. આ રસીકરણની કામગીરીમાં પંચમહાલ જિલ્લામાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં ૨૨૫ જેટલા રાત્રિ વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે ગોધરા ખાતે પણ ગણેશોત્સવ દરમિયાન શ્રાીજી પ્રતિમાના પંડાલ બહાર આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતા વેક્સિનના ડોઝ આપવાના અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ ૬૨૦ ગામો પૈકી ૨૦૦ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગોધરા તાલુકાના ૧૨૩ ગામો પૈકી ૪૫ ગામ, હાલોલ તાલુકાના ૧૨૩ પૈકી ૨૭ ગામ, કાલોલ તાલુકાના ૭૧ ગામ પૈકી ૩૪ ગામ, જાંબુઘોડા તાલુકાના ૫૫ ગામમાંથી ૧૯, મોરવા હડફ્ તાલુકાના ૫૪ ગામમાંથી ૧૨ ગામ, ઘોઘંબા તાલુકાના ૧૦૦ ગામમાંથી ૩૦ ગામ અને શહેરા તાલુકાના ૯૪ ગામમાંથી ૩૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણની સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. જિલ્લામાં ૧૩,૧૪,૮૭૯ ના રસીકરણના લક્ષ્યાંકની સામે ૯,૩૨,૦૫૯ લાભાર્થીઓને એટલે કે ૭૦.૮૯ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગોધરા તાલુકાના ૨,૨૮,૭૭૫ને, હાલોલ તાલુકાના ૧,૫૩,૮૭૭ને, કાલોલ તાલુકાના ૧,૨૨,૩૫૪ેને, જાંબુઘોડાના ૨૬,૭૦૨ને, મોરવા હડફ્ તાલુકાના ૧,૧૧,૫૦૮ને, ઘોઘંબા તાલુકાના ૧,૩૪,૩૯૨ને અને શહેરા તાલુકાના ૧,૫૪,૪૫૧ને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં ૩,૪૬,૪૧૭ને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

કોવિડ રસીકરણની કામગીરીમાં પંચમહાલ જિલ્લામાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં ૨૨૫ જેટલા રાત્રિ વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;