પંચમહાલ જિલ્લાના પ્રમુખ સહિત આગેવાનો વાઘાણીને મળ્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચમહાલ જિલ્લાના પ્રમુખ સહિત આગેવાનો વાઘાણીને મળ્યા

પંચમહાલ જિલ્લાના પ્રમુખ સહિત આગેવાનો વાઘાણીને મળ્યા

 | 2:30 am IST

નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત

કર્મચારીઓની હાલત દયનીય થતાં વિનયમિત કરવામાં આવે તેવી માંગ

ા ગોધરા 

મધ્ય ગુજરાત નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ પંચમહાલનાં પ્રમુખ પરષોત્તમભાઈ પી પ્રજાપતી, પી.ડી.સોલંકી, ડો.જગદીશભાઈ ચાવડા સહીત મહામંડ નાં સભ્યોએ મંડળના પ્રશ્નો અંગે  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને રૂબરૂ મળી ને લેખિતમાં રજૂઆત કરી છે

પંચમહાલ જીલ્લા સહીત મધ્ય ગુરાત ની નોન ગ્રાન્ટેડ શાળા નાં શિક્ષકો તેમજ કર્મચારીઓ વર્ષો થી ફ્રજ બજાવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ નોન ગ્રાન્ટેડ શાળા નાં શિક્ષકો અને કર્મચારીઓને વિનીય્મિત કરવામાં આવ્યા છે જયારે ધોરણ ૯ અને ૧૦ માં નોન ગ્રાન્ટેડ શાળા ઓમાં વર્ષોથી સેવા બજાવતા શિક્ષકો ની પ્રોફઈલ મંજુર થયેલ કર્મચારીઓને નોકરી માં વિનયમિત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પૂર્વ શિક્ષણ મંત્રી ને પ્રોફઈલ મંજુર કર્મચારી ને વિનયમિત કરવા રજૂઆત કરતા દરેક વખતે આશ્વાશન આપવામાં આવેલ છે. પરંતુ તેની ઉપર કાર્યવાહી કરાઈ નથી. નોન ગ્રાન્ટેડ શાળાનાં કર્મચારીઓ વગર પગાર કે સામાન્ય વેતન સાથે વર્ષોથી કામ કરી રહ્યા છે. આવા કર્મચારીઓના પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે આવા વગર વેતન થી કામ કરતા કર્મચારીઓ હાસ્યનું પત્ર બની રહ્યા છે નોન ગ્રાન્ટેડ શાળાઓના ફ્રજ બજાવતા કર્મચારીઓની ઉમર થઇ ગયેલ હોય બીજે ક્યાંક જઈ શકતા નથી . ટાટ કે ટેટની પરીક્ષા આવે તો પણ મેરીટમાં આવવાના નથી. જેને લી નોન ગ્રાન્ટેડ શાળાનાં કર્મચારીઓની હાલત દયનીય થયેલ છે. આવા કર્મચારીઓને વિનયમિત કરવામાં આવે તેવી માંગ સાથે મધ્ય ગુજરાત નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક મહામંડળ પંચમહાલ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.   

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;