પંચમહાલ જિલ્લા ખાતે ગયા વર્ષ કરતાં ૩૭ % ઓછો વરસાદ થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચમહાલ જિલ્લા ખાતે ગયા વર્ષ કરતાં ૩૭ % ઓછો વરસાદ થયો

પંચમહાલ જિલ્લા ખાતે ગયા વર્ષ કરતાં ૩૭ % ઓછો વરસાદ થયો

 | 2:59 am IST

ઓછા વરસાદના કારણે સિંચાઈ માટે જળાશયમાં ઓછું પાણી ચિંતાનો વિષય

। ગોધરા ।

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતાં જ ખેડૂતો ચિંતિત બન્યા છે. ક્યારડાની ડાંગરનું વાવેતર થઈ શક્યું નથી.હજી સુધી સિઝનનો માંડ ૨૯ ટકા વરસાદ થયો છે. ગતવર્ષની સરખામણીમાં ૩૭% વરસાદ ઓછો થયો છે.વળી જિલ્લામાં મુખ્ય કહેવાતા પાનમ,કરાડ અને હડફ્ડેમમાં પણ ગતવર્ષની સરખામણીએ પાણીની આવકમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે.હાલ તો જળાશયોમાં ગતવર્ષે મેઘમહેરને પગલે જળાશયો છલકાયા હતા જેથી સિંચાઈ પાણીની સુવિધા મળી રહી છે.પરંતુ ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ નહિં હોવાથી ડેમોમાં નવા નીરની આવક થઈ નથી જેથી આગામી વર્ષની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

પંચમહાલ જિલ્લામાં વરસાદે લાંબો વિરામ લીધો છે.રાજ્યના અન્ય વિસ્તારોમાં મેઘમહેર જોઈ અહીંના ખેડૂતો ચિંતિત બન્યા છે.જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ હાલ વરસાદ પણ ઓછો છે અને મુખ્ય જળાશયોમાં પણ પાણીના જથ્થામાં ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળી રહ્યું છે.જિલ્લામાં ગત વર્ષે ઓગષ્ટ માસમાં જિલ્લામાં ૬૭ ટકા વરસાદ નોંધાયો હતો જેની સામે આ વર્ષે માત્ર ૨૯ ટકા વરસાદ નોંધાયો છે. એવી જ રીતે ગત ઓગષ્ટ માસમાં જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી પાનમડેમમાં ગતવર્ષે ૫૩ ટકા, હડફ્ડેમમાં ૭૨ ટકા અને કરાડ ડેમમાં ૫૦ ટકા પાણીનો જથ્થો હતો.જ્યારે આ વર્ષે પાનમડેમમાં ૩૭.૨૬ ટકા, હડફ્ડેમમાં ૩૩.૩૩ ટકા અને કરાડડેમમાં ૩૬.૮૪ ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.

ઉલ્લેખનીય છેકે જિલ્લામાં આ વર્ષે પુરતા વરસાદના અભાવે ક્યારડાની ડાંગરનું વાવેતર પૂરતા પ્રમાણમાં હજી થઈ શક્યું નથી.આમ ખેડૂતોને હાલ પાક નિષ્ફ્ળ જવાની ભીતિ અને પૂરતા વરસાદના અભાવે આગામી વર્ષની સ્થિતિની ચિંતા વચ્ચે કફેડી હાલતમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;