પંચામૃત ડેરીમાં નોકરી માટે લાલચ આપી રૂ.૩ લાખની માગણી કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચામૃત ડેરીમાં નોકરી માટે લાલચ આપી રૂ.૩ લાખની માગણી કરી

પંચામૃત ડેરીમાં નોકરી માટે લાલચ આપી રૂ.૩ લાખની માગણી કરી

 | 2:30 am IST
  • Share

ડુંગરપુર ગામના ઠગે ગોધરાના પાંચ વ્યક્તિઓ પાસે રૂ.૧૫ લાખ પડાવ્યા

ા ગોધરા ા

ગોધરાની પંચામૃત ડેરીમાંનોકરી જોઈતી હોય તો વ્યક્તિદીઠ રૂ.૩ લાખ આપવા પડશે તેમ કહી ડુંગરપુર ગામના ઠગ ભગતે ગોધરાના પાંચ વ્યક્તિઓ પાસે રૂ.૧૫ લાખ પડાવી ડેરીમાં નોકરી નહીં આપી ઠગાઈકરતા ભોગ બનેલા વ્યક્તિઓએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફ્રિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

ગોધરા યોગેશ્વર સોસાયટીના રહીશ પ્રણયકુમાર રાણાએ ફ્રિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ડુંગરપુર ગામના રાજુભાઇ ડાહ્યાભાઈ ભરવાડે તેઓના મિત્ર નૈનેશભાઈને જણાવ્યું હતું કે પંચામૃત ડેરી ગોધરા ખાતે અલગ અલગ વિભાગમાં માણસો લેવાના છે અને રૂ.૩ લાખ આપશે તો તેઓને નોકરી મળી જશે તેવી વાત કરતા નૈનેશભાઈએ પ્રણય રાણા તેમજ અન્ય નોકરી ઇચ્છુકોને જાણ કરતા આ તમામ રાજુભાઇ ભરવાડને મળ્યા હતા. આરોપીએ જણાવ્યું હતું કે તમારે નોકરી જોઈતી હોય તો તમે ત્રણ ત્રણ લાખ રૂપિયા આપશો તો તમને બે મહિનાની અંદર કાયમી ઓર્ડર આપી દઈશ. ભોગ બનનાર ફ્રિયાદી તેમજ અન્ય ઈસમોએ રૂ.ત્રણ ત્રણ લાખ લેખે કુલ રૂ.૧૫ લાખ નોકરી અપાવવાના બહાને મેળવી લઈ ફ્રિયાદી તથા અન્ય ઈસમો ને નોકરી નહીં અપાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો હતો.જેથી પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો