પંચેલાના ભાજપના અગ્રણીને ત્યાં લૂંટ કરનાર ગેંગના બે ઝબ્બે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પંચેલાના ભાજપના અગ્રણીને ત્યાં લૂંટ કરનાર ગેંગના બે ઝબ્બે

પંચેલાના ભાજપના અગ્રણીને ત્યાં લૂંટ કરનાર ગેંગના બે ઝબ્બે

 | 2:30 am IST

બાર લૂંટારૂઓ ત્રાટકીને રૂ.૩૧લાખની લૂંટ ચલાવી હતી

ચાર લાખ જેટલી રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડયાં

ા દેવગઢબારિયા ા

દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે ભાજપના અગ્રણીનેત્યાં રૂ.૩૧.૬૨લાખની લૂંટ કરનાર ખજુરિયા ગેંગ ના બે લૂંટારુ ઝડપાયા છે

પંચેલા ગામે રહેતા ભાજપા અગ્રણીને ત્યાં રાત્રિના ના આઠ થી બાર જેટલા લૂંટારૂઓ ત્રાટકીને રૂ.૩૧લાખથી વધુની રોકડ તેમજ દર દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફ્રાર થઈ ગયા હતાપોલીસે ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમ થી અને અંગત બાતમીદારો રોકી છૂપો વેશ ધારણ કરી આખરે ખજુરિયા ગેંગ ના બે આરોપી તેમના ઘરે થી ઝડપી લીધા હતા.પકડાયેલ લૂંટ ના ખૂંખાર લૂંટારા કહી શકાય તેવા () જવસિંહ ઊફ્ર્ે જવો ધારકા પલાસ. રહે. આમલીખજુરિયા. તા. ગરબાડા. જી. દાહોદ. તથા () દિલીપ રૂપલા બારીયા. રહે. ઝાબુ. તા. ધાનપુર. જી. દાહોદ. એમ બે લૂંટારુ પોલીસ ના હાથે રૂપિયા ૪૦૪૨૮૨/ ની રોકડ રકમ સાથે પકડાઈ ગયા હતા. લૂંટારુ ટોળકી ની સાથે ના હજુ સાત જેટલાં લૂંટારુ પોલીસ ની પકડ થી દૂર હોવાની માહિતી મળી છે.બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભરત ભરવાડ ની પૂછપરછ કરી તેમજ સીસી ટીવીના ફ્ુટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને રેલવે ટ્રેક તરફ્થી ચોરીને લઇ ગયેલ એક મોબાઈલ મળી આવેલ જયારે આ બનાવ ના બીજા દિવસે રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડા સહિત નો પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે આ બનાવને લઇ ભરતભાઇ ભરવાડે બીજા દિવસે પોલીસ ફ્રિયાદ આપતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરતા આખરે લૂંટના બે લૂંટારુ ચાર લાખ જેટલી રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;