પંજાબ ચૂંટણી પૂર્વે ભાજપના સિદ્ધુ પછી કિર્તી આઝાદ અને શત્રુઘ્ન પણ "આપ" તરફ - Sandesh
  • Home
  • India
  • પંજાબ ચૂંટણી પૂર્વે ભાજપના સિદ્ધુ પછી કિર્તી આઝાદ અને શત્રુઘ્ન પણ “આપ” તરફ

પંજાબ ચૂંટણી પૂર્વે ભાજપના સિદ્ધુ પછી કિર્તી આઝાદ અને શત્રુઘ્ન પણ “આપ” તરફ

 | 6:02 pm IST

પંજાબ વિધાનસભાની ચૂંટણી આવતાં ફરી એક વખત રાજકીય પક્ષોમાં પક્ષપલટોની સિઝન પણ શરૂ થઇ છે. હાલમાં જ પૂર્વે  BJPના દિગ્ગજ નેતાઓએ AAP તરફ ગતિ કરવા માંડ્યા છે. નાણાપ્રધાન અરુણ જેટલીને કારણે પંજાબમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. એવા બે ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને કીર્તિ આઝાદનો AAPમાં પ્રવેશ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શોટગન બિહારી બાબુ એકટર શત્રુઘ્ન સિંહા પણ AAPના નેતા અને દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળવા ગયા હતા.

જો કે પોતાની મુલાકાત પર સ્પષ્ટતા કરતાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, રાજકીય વિરોધીઓ જોડે સંવાદ જાળવવો જરૂરી છે. નવજોત સિંહ સિદ્ધુને લોકસભાની ચૂંટણીમાં અરુણ જેટલી માટે પોતાની બેઠક છોડવામાં અપમાનની લાગણી થઈ હતી અને કીર્તિ આઝાદને દિલ્હી ડિસ્ટ્રિકટ ક્રિકેટ અસોસિએશનના વિવાદમાં અરુણ જેટલી વિરુદ્ઘ બોલવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભાજપના વધુ બે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થાય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. આપ નેતા કુમાર વિશ્વાસે ટ્વિટ કરી આ તરફ ઇશારો કર્યો છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું છે કે ‘આપ’ની ‘શત્રુધ્ન’ કિર્તી’ સિદ્ધ થવાને છે.

રાજયસભાના સભ્યપદેથી રાજીનામું આપવાના નવજોત સિંહ સિદ્ધુના પગલાની અરવિંદ કેજરીવાલે પ્રશંસા કરી હતી. આ ગતિવિધિઓને પ્રતાપે AAP¨ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સિધુ અને શત્રુઘ્ન જેવા ધુંઆધાર પ્રચારકો મળવાની શકયતા છે. કીર્તિ આઝાદ અને તેની પત્ની પૂનમ વોટબેન્ક માનવામાં આવે છે. કીર્તિ આઝાદે સ્પષ્ટતા નથી કરી, પરંતુ તે પત્ની પૂનમને માર્ગે AAPમાં જોડાવાનું નક્કી માનવામાં આવે છે અને સિધુની પત્ની નવજોત કૌરે પણ એવી શકયતાઓનાં એંધાણ આપ્યાં છે.

અત્રે નોંધનીય છે કે પાર્ટીથી નારાજ નવજોત સિંહ સિદ્ધુએ 18 જુલાઇના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તો બીજી તરફ નાણામંત્રી અરૂણ જેટલી વિરૂદ્ધ મોરચો ખોલવા પર પાર્ટીમાંથી સસ્પેન્ડ સાંસદ કીર્તિ આઝાદની પત્નીએ પણ આપમાં જોડાવવાના સંકેત આપ્યા છે. જ્યારે પોતાના નિવેદનો અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ બોલવાના બદલે શત્રુધ્ન સિંહા ઘણીવાર પાર્ટી હાઇકમાન્ડની નારાજગીનો સામનો કરી રહ્યાં છે. એવામાં આ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ એમાં કોઇ આશ્વર્યની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન